ગેંગવોરનાં LIVE દ્રશ્યો: બાઈક પર આવેલાં શખ્સોએ એક વિદ્યાર્થી પર કર્યો છરા વડે હુમલો

શાળાનાં વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોરનો વીડિયો વાઈરલ

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 08:00 PM

કાઠમંડુ

કાઠમંડુની ત્રિચંદ્ર કોલેજ પાસેની શાળાનાં વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોરનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં 2 બાઈક પર આવેલાં 4 શખ્સોએ એક વિદ્યાર્થી પર છરા વડે હુમલો કર્યો હતો. અંગત અદાવતમાં શખ્સો દ્વારા થયેલ હુમલામાં વિદ્યાર્થી ઘાયલ થયો હતો. ઘાયલ વિદ્યાર્થીએ એક શખ્સને પકડી રાખ્યો હતો જ્યારે બાકીના 3 નાસી છુટ્યા હતા. ઘાયલ વિદ્યાર્થીને બચાવવા માટે તેનાં મિત્રો બચાવમાં આવતા હુમલાખોરો બાગી છુટ્યા હતા. બાઈક મુકી ભાગી છુટેલા હુમલાખોરોનું બાઈક એક યુવકે સળગાવી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, CCTVમાં થયા કેદ થયેલ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે, ભીડ તમાશો જોતી રહી હતી, પરંતુ કોઈએ વિદ્યાર્થીને બચાવવાનો કે હુમલોખોરોને પકડવાનો પ્રયાસ કર્યો નહોતો.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App