માતા સાથે દુષ્કર્મ કરવાની ધમકી આપી બદમાશોએ વિદ્યાર્થીને પહેલા માર્યો ઢોરમાર, પછી ચપ્પલ ચટાવ્યા, વીડિયો ઉતારી કર્યો વાઈરલ

વિદ્યાર્થીએ અસામાજીક તત્વોની ખંડણીનો વિરોધ કર્યો હતો

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 06:54 PM

લખનઉ,ઉત્તરપ્રદેશ

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં કેટલાંક અસામાજીક ત્તવો વિદ્યાર્થીને માર માર્યા બાદ તેને ચપ્પલ ચાંટવાનું કહે છે. વિદ્યાર્થી વારંવાર માફી માંગી રહ્યો છે.માહિતી મુજબ મોડી રાત્રે કેટલાંક બદમાશો વિદ્યાર્થીને ATMની બહારથી ઉઠાવી ગયા હતા. પછી તેને ખૂબ માર માર્યો અને તેની પાસે તેનાં ચપ્પલ પણ ચટાવ્યા. બદમાશોએ વિદ્યાર્થીને તેની માતા સાથે દુષ્કર્મ કરવાની ધમકી પણ આપી અને પછી તેનો વીડિયો ઉતારી વાઈરલ કર્યો. વિદ્યાર્થી સાથે અમાનવીય વ્યવહાર કરીને પછી તેને છોડી મુક્યો હતો. પોલીસે ફરિયાદ લઈ એક શખ્સની ધરપકડ કરી લીધી છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App