• Home
  • Dvb
  • Dbv
  • 1,100 Kg Of Suspected Dog Meat Meant For Hotel Supply Seized By RPF In ChennaI Tamilnadu

ટ્રેનમાં આવેલા પાર્સલોમાંથી આવતી હતી ભયાનક દુર્ગંધ, ચેન્નાઈ પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતાં ભાગ્યા લોકો, અંદરથી નીકળ્યું 1100 કિલો કૂતરાનું અખાદ્ય માંસ

1,100 Kg Of Suspected Dog Meat Meant For Hotel Supply Seized By RPF In ChennaI Tamilnadu

Divyabhaskar.com

Nov 20, 2018, 06:04 PM IST

તમિલનાડુના ચેન્નાઈના એગ્મોર રેલવે સ્ટેશન પર અંદાજે 1100 કિલોનું કૂતરાઓનું માંસ ઝડપાયું હતું. થર્મોકોલના 11 બૉક્સમાં પેક કરીને કૂતરાઓનું માંસ લાવવામાં આવી રહ્યું હતું. આ બૉક્સમાંથી આવતી વિચિત્ર પ્રકારની દુર્ગંધ બાદ પોલીસે તેની તપાસ હાથ ધરતાં જ તેને લઈને જતા લોકો તરત જ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.આ કિસ્સો પ્રકાશમાં આવતાં જ ફૂડ સેફટી વિભાગના અધિકારીઓએ પણ આ માંસની ગુણવત્તા ચેક કરી હતી જેમાં બહાર આવ્યું હતું કે તે સડી જવાની તૈયારીમાં જ હતું. આ અખાદ્ય કૂતરાનું માંસ ત્યાંની જ કેટલીક હોટેલ્સમાં સપ્લાય કરવાનો વેપલો ચાલતો હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. જોધપુર-મન્નારગુડી ટ્રેનમાંથી પકડાયેલું આ માંસ કોઈએ ગુજરાતના ગાંધીધામથી પાર્સલ કર્યું હતું. અધિકારીઓના કહેવા મુજબ ચેન્નાઈમાં રાજસ્થાની મીટ કહીને આ કૂતરાનું માંસ વેચવાનો મોટાપાયે ધંધો ફૂલ્યોફાલ્યો છે.

કાળજું કંપાવી દે તેવી ઘટના, લોહીથી લથપથ મૃત વાંદરીને બેઠી કરવા માટે બચ્ચું બે હાથે મારતું રહ્યું વલખાં, વીડિયો રેકૉર્ડ કરનારે રડીને કર્યું આવું પુણ્યનું કામ

X
1,100 Kg Of Suspected Dog Meat Meant For Hotel Supply Seized By RPF In ChennaI Tamilnadu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી