અમેરિકામાં રહેતી ભારતીય યુવતીએ સંસ્કૃત ભાષા પર સંશોધન કર્યું

DivyaBhaskar.com

Mar 22, 2018, 07:00 PM IST
NRI girl research on sanskrit language in Divyashree

વડોદરાઃસંસ્કૃત ઘણી પ્રાચીન ભાષા છે, ભારતમાં તેનો વ્યાપ્ત પ્રાચીન કાળમાં હતો. આધુનિક યુગમાં અંગ્રેજીના પ્રભાવને કારણે સંસ્કૃત ભાષા સમજો લુપ્ત જ થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં બાળક ગર્ભમાં હોય ત્યારથી માણસ મૃત્યુ પામે ત્યાં સુધીના તેના દરેક શુભ કે અશુભ પ્રસંગમાં કરવામાં આવતી દરેક ક્રિયામાં વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. જે સંસ્કૃતમાં જ હોય છે. અંગ્રેજીનાં પ્રભાવમાં આપણે આપણી પ્રાચીન અને રાષ્ટ્રભાષાને ખોઈ રહ્યા છીએ. તેમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંસ્કૃત, પાલી અને પ્રાકૃત વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનાર ‘સમકાલીન સંસ્કૃત સાહિત્યની સામાજિક સુસંગતતા અને સાહિત્યિક ટીકા'માં કેલિફૉર્નિયાથી આવેલ સંસ્કૃત રિસર્ચર પ્રિયા કોઠારીએ જણાવ્યું હતું.

કથામાં VIPને પ્રસાદ આપે ત્યારે પાછળ બેઠેલા દુ:ખી થાય છે

ભારતમાં છેલ્લા 10થી 15 વર્ષમાં કથા કરવાનો રાફડો ફાટ્યો છે. કથાના નામે વ્યાપાર કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. 7 થી 10 દિવસ ચાલતી કથામાં ભવ્ય પંડાલો બનાવાય છે. વીઆઈપી બેઠકોનું આયોજન થાય છે. કથાકાર વીઆઈપીઓને પ્રસાદ આપે છે ત્યારે પાછળ બેઠેલાઓને દુઃખી લાગણી અનુભવાતી હોય છે. વૃંદાવન, મથુરા, અમદાવાદ અને વડોદરામાં થયેલ 15થી વધુ કથાઓ મેં સાંભળી છે અને યુ ટ્યૂબ પર પણ જોઈ છે. સંસ્કૃતિના આ પરિવર્તન વિષે મેં સંશોધન શરૂ કર્યું છે. પ્રિયા કોઠારી, રિસર્ચર

આધુનિક યુગમાં સંસ્કૃત સાહિત્યના વાચકો નથી


આધુનિક યુગમાં સમાજમાં પ્રવર્તી રહેલ દુષણોને ધ્યાનમાં રાખીને ઘણું સંસ્કૃત સાહિત્ય લખાયેલું છે. પરંતુ તેના વાચકો નથી. આજની યુવા પેઠી સંસ્કૃતને રોજગાર લક્ષી જ ભણી રહી છે. જેથી તેઓને સમાસ, બહુલા, પદાવલિ અને શાસ્ત્રીય સંસ્કૃતની જાણકારી જ નથી. જેના અભાવને કારણે સંસ્કૃતને જન માનસ સુધી પહોંચાડવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સંસ્કૃતને ઘર-ઘર સુધી પહોંચાડવાની જવાબદારી વિદ્યાનોએ જેમ પ્રાચીન યુગમાં લીધી હતી, તેવી જ રીતે આધુનિક યુગમાં યુવાઓએ લેવી પડશે.

X
NRI girl research on sanskrit language in Divyashree
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી