તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમારી રિલેશનશિપમાં ગલતફેહમીના કારણે આવી ગઈ હતી કડવાશ, મેં આ રીતે કરી દૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક:ગેરસમજણ એટલે કે ગલતફેહમી એક એવી બીમારી છે કે તે જ્યારે સંબંધમાં જન્મ લે છે તો સંબંધને ખત્મ કરી દે છે. ગલતફેહમી પહેલા સંબંધમાં કડવાશ ભરી દે છે પછી સંબંધમાં અંતર આવી જાય છે. અમારા સંબંધમાં પણ એવી ગલતફેહમી આકાર પામી હતી જેના કારણે અમારા બંને વચ્ચે અંતર આવી ગયું હતું. અમારા લગ્ન બાદ મારા હસબન્ડ મિહીરની જિંદગીમાં એક યુવતી આવી, બસ આ બાદ મારી જિંદગીમાં એક તોફાન આવ્યું. જો કે બધું જ મારી ગલતફેહમીના કારણે થયું હતું. આ ગેરસમજને અમારા બંનેના એક કોમન મિત્રએ દૂર કરી. 
- વૈશાલી શાહ, વડોદરા


અમારા લગ્નને બે વર્ષ થયા ત્યારબાદ મારા હસબન્ડ મિહિરની જિંદગીમાં એક વ્યક્તિ આવી. તે જાણે તોફાનની જેમ અમારી જિંદગીમાં આવી ગઈ. તે યુએસથી આવી હતી. તેનું નામ મિતાલી હતી. તેમણે મારા હસબન્ડની કંપની જોઈન કરી અને કામ શરૂ કર્યું. જો કે મીહિર તેની સાથે એવી રીતે વર્તાતો હતો કે તેના વર્ષો જુના સંબંધ હોય. મિતાલી પણ મહિરી જોડે એકદમ ફ્રેન્ડલી અને ફ્રેન્ક બીહેવ કરતી હતી. તે વારંવાર ઘરે આવતી હતી. મિહીર તેને ઘરે ડિનર-લંચ માટે બોલાવનું એક પણ બહાનું મિસ ન હતો કરતો. તેમની વધતી જતી નિકટતાથી હું પરેશાન હતી.  મિહિર તો ક્યારેક ઓફિસથી ઘરે આવીને પણ તેની સાથે ફોન અને ચેટમાં બિઝી રહેતો. 

 

 

હું તેમનું આવું વર્તન જોઈને પરેશાન હતી. મને થતું હતું કે યુએસથી આવેલી મિતાલીમાં એવું તે શું છે કે મારા હસબન્ડની લાઇફમાં તેની સ્પેસ લગભગ મારી બરોબર છે. હું તેમના સંબંધથી પરેશાન રહેવા લાગી, આટલું જ નહીં મને તો મારી મેરિડ લાઈફમાં તેણી જોખમ ઉભું કરનાર લાગતી હતી. તેને લઈને મે મિહીર જોડે ઝગડવાનું શરૂ કરી દીધું અને હું ઘર છોડીને મારા પિયર  જતી રહી. ત્યારબાદ મારા હસબન્ડે મારી ગલતફેહમી દૂર કરીને સત્ય સામે લાવવાની કોશિશ કરી.

 

 

સમસ્યાની ચર્ચાં કરો
હું મિહીર જોડે ઝઘડીને નીકળી ગઈ હતી.  જોકે આ મુદ્દે થોડા સમય બાદ મીહિરે ચર્ચાં કરી. તે મારા ઘરે આવ્યો અને જણાવ્યું કે મિતાલી મારી બાળપણની ખૂબ જ નિકટની મિત્ર છે. તે છેલ્લા બે વર્ષથી યુએસ હતી. હવે આવી છે અને મારી જ કંપની જોઈન કરી છે. અમારી વચ્ચે બહુ જ સારી મિત્રતા છે. મિહીરે જણાવ્યું કે મારી મોમના ડેથ બાદ માત્ર મિતાલી જ હતી જેને મને સંભાળ્યો હતો. મિતાલીની મિત્રતા મારી જિંદગીનો એક પાર્ટ છે આ સંબધને તું ખોટી રીતે જોવાની ભૂલ ન કરતો સારૂ. 

 

 

પાર્ટનરથી વાત ન છુપાવો
આ સત્ય સામે આવ્યા બાદ મેં મિહિરને જણાવ્યું કે, આ વાત મારાથી બે વર્ષ સુધી કેમ છુપાવી? જો મિહીરે મને પહેલાથી આ વાત કરી દીધી હોય તો કદાચ આ ગલતફેહમી ન સર્જાય હોત. જો કે આ મુદ્દે મીહિર ડરતો હતો કે હું તેમની મિત્રતાને સ્વીકારીશ કે નહીં. આમ પણ મિતાલી યુએસ હતી એટલે કહેવાનો પણ કોઈ અર્થ ન હતો. પરંતુ તે અચાનક આવી ગઈ અને આ બધી જ સમસ્યા સર્જાય.  

 

 

 
ભાવનાને સમજો

લગ્ન બાદ હસબન્ડની સ્ત્રી મિત્રને સ્વીકારવી  કેટલીક સ્ત્રીઓ માટે સહેલું નથી હોતું. પરંતુ મારા માટે આ  બહું જ સહજ હતું કારણે મારા પણ કેટલાક મેઇલ ફ્રેન્ડ હતા. જેની સાથે મારે પણ ઘનિષ્ઠ મિત્રતા હતી બસ આ કારણથી જ હું પણ તેમની ભાવનાની સમજી શકતી હતી. સંબંધોના નામ જેમ જુદા જુદા છે. પત્ની, મિત્ર, ભાઈ, બહેન, તેમ તેમની ભાવનાઓ પણ જુદી જુદી હોય છે. દરેક સંબંધની એક ગરિમા મહત્વ અને મર્યાદા અને અલગ સ્થાન  હોય છે. આ સંબંધના ભાવજગતને સમજીને મેં મહિરની દોસ્તીને સ્વીકારી અને અમારી ગલતફેહમીનો અંત આવ્યો. તમારી રિલેશનશિપમાં પણ જો ગલતફેહમીના કારણે આવું કોઇ  તોફાન આવ્યું હોય તો વિવાદ નહીં અમારી જેમ સંવાદ કરીને ઉકેલી શકો છો. જોજો એક ગેરસમજણી ભેટ કોઈ સંબંધ ન ચઢી જાય.  


 

અન્ય સમાચારો પણ છે...