તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાન્ડ પેરેન્ટસ પાસેથી શીખો સંબંધને નિભાવવાની આ પાંચ નિરાળી રીત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક: ઘરના વડીલો ઘરની પ્રતિષ્ઠા હોય છે. તે ન માત્ર પરિવારમાં સંસ્કારની નીંવ મૂકે છે પરંતુ તેના અનુભવને શેર કરીને બાળકોને તેની ભૂલો સુધારવાની મોકો આપે છે. ઘરના વડીલો જિંદગીની જંગમાં કેવી રીતે લડત આપવી તે શીખવવાની સાથે સંબંધને નિભાવવાની નિરાળી રીત પણ શીખવી જાય છે. જી હાં, આ વાત હું મારા અનુભવથી કહું છું. હું પરિવારમાં બધાને બહુ જ પ્રેમ કરતી હતી. બધાની કાળજી લેતી હતી જો કે મારા હાયપર નેચરના કારણે મારે મારા જ લોકો સાથે બનતું ન હતું. જો કે મારા દાદાએ મને સંબંધમાં ચાલતા તણાવને મુક્ત કરવા થોડી ટિપ્સ આપી. આ રીતે અનુસરવાથી સંબધોમાં થતાં વાદ વિવાદ અને ઘર્ષણને કેટલાક અંશે ટાળી શકાયું.

 

જો આપ પણ સંબંધને નિભાવવામાં ક્યાંકને ક્યાંક ફેઈલ ગયા હો તો આ ટિપ્સ કદાચ આપના માટે મદદરરૂપ થઈ શકે છે. તો આ પાંચ ટિપ્સને ફોલો કરી જુઓ સંબંધને નિભાવી શકસો એટલું નહી પરંતુ એક ખુશહાલ રિલેશનશિપને એન્જોય કરી શકશો. 
-કૈલાશ ભટ્ટ, વાપી 


ક્ષમા કરો
ક્ષમા એક શબ્દનો મંત્ર સંબંધના બધા જ પ્રોબ્લેમ અને ઘર્ષણને નિવારી દે છે. જયાં દિલના સંબંધ છે ત્યાં કોર્ટ બેસાડીને શું સાચું અને શું ખોટું તે સાબિત કરવાની માથાકૂટમાં પડ્યાં વિના મોટાઈ બતાવીને માફ કરી દો. આ રીતે ન માત્ર જિંદગી આસાન થઈ જશે પરંતુ સંબંધને નિભાવવા પણ સરળ બની જશે. 

 

 

ઘીરજ રાખવી
ગુસ્સો તો બાળકથી માંડીને મોટી ઉંમરના વ્યક્તિ એમ બધાને આવતો હોય છે. પરંત ગુસ્સા પર વિજય મેળવીને ધીરજ પૂર્વક કામ લે તે જ ઘરમાં કંકાશ કર્યાં વિના ઘરમાં સકારાત્મક મહાલો બનાવવામાં અને સંબંધને નિભાવવામાં સફળ થાય છે.જિંદગીમાં એવા અનેક પ્રસંગો આવે છે જેમાં ગુસ્સો આવવો સ્વાભાવિક છે પરંતુ આ સમયે જો ગુસ્સા પર નિયંત્રણ રાખીને ધૈર્યથી કામ લેવામાં આવે તો સંબંધમાં થતાં ઘર્ષણને નિવારી શકાય છે. 

 


કમ્યુનિકેશન સ્કિલ
સંબંધમાં 90 ટકા સમસ્યા ગેરસમજના કારણે અને વાતના ખોટા અર્થઘટનના કારણે થતી હોય છે. જો આ વસ્તુને નિવારી દેવામાં આવે તો રિલેશનશિપમાં થતાં વાદ વિવાદ અને ઝઘડાને કેટલાક અંશ સુધી નિવારી શકાય છે. જો કે આ માટે જરૂરી છે કે ગેરસમજને દૂર કરવા અને પુન:વિશ્વાસ સ્થાપિત કરવા માટે આપનામાં કમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ. જો આપનામાં સારી કમ્યુનિકેશન સ્કિલ હશે તો આ આપની ભાવનાની શ્રેષ્ઠ રીતે રજૂઆત કરીને સંબંધમાં સર્જાયેલી ગલતફેહમી દુર કરીને પુન:વિશ્વાસ સ્થાપિત કરી શકો છો. 

 

 

કમિટમેન્ટ જરૂરી
સંબંધને વધુ ગાઢ અને મજબૂત બનાવવા માટે જરૂરી છે કે, આપનું કમિટમેન્ટ પાકુ હોય. જો સંબંધમાં કમિટમેન્ટ પાકુ હશે તો આવા સંબંધમાં વિશ્વાસ સ્થાપિત કરવામાં આપને સંઘર્ષ નહીં કરવો પડે. બસ સંબંધને કમેટેડ રહો અને સંબંધમાં આપેલા વચનને પૂરા કરતા રહો. આવું કરવાથી તમારી ઇમેજ સારી બંધાશે અને કોઈ ગલતફેહમી નહીં સર્જાય અને વિશ્વાસ સ્થાપિત થઈ જતાં સંઘર્ષ પણ નહીં સર્જાય.

 

 


દોસ્ત બનાવવાની કળા
વડીલોને મોટું મન રાખીને બધાને માફ કરી દેવાની સાથે તેને મિત્ર બનાવી લેવાની કળા ખૂબ સારી આવડે છે. આ માટે વડીલને સારો અનુભવ હોય છે. જે પળવારમાં સંબંઘના ઘર્ષણને નિવારીને સમાધાન  કરી લે છે. વડીલોનો આ ગુણ શીખવા જેવો છે.  મૈત્રીભાવે રિલેશનશિપમાં ડીલ કરીને સંબંઘમાં મૂંઝવતા બહુ બધા પ્રશ્નોનું સમાધાન શોધી શકાય છે. 

 

 

 

 

 

 

 

અન્ય સમાચારો પણ છે...