તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરેન્જ મેરેજ કરી રહ્યાં છો? તો પહેલી મુલાકાતમાં આ વાત ક્લિયર કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક: આજના સમયમાં લવ મેરેજનો ક્રેઝ લોકોમાં વધી રહ્યો છે. જો કે કેટલાક પેરેન્ટસ એવા હોય છે કે જે લવ મેરેજના બદલે એરેન્જ મેરેજમાં વધુ વિશ્વાસ રાખે છે. 
મારા પેરેન્ટસનું માઈન્ડસેટ પણ કંઈક આવું જ હતું. અરેન્જ મેરેજને લઇને અને અરેન્જ મેરેજ પહેલા થતી મુલાકાતને લઈને હું થોડી કન્ફ્યુઝ્ડ હતી. જો કે આ મુદ્દે મેં સાયકોલોજિસ્ટ જોડે વાત કરી તો તેમણે મને કેટલીક વાતો માટે ક્લિયર રહેવાના ફંડા આપ્યા. જો આપણ આવી કોઈ મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યાં હો તો  કદાચ આ મુદ્દા આપને મદદરૂપ થઈ શકે છે. 
-નિરજા પંડિત, જામનગર 

 


કેટલી સેલરી છે?
આ સવાલ કરતા મોટાભાગે યુવતીઓ સંકોચ અનુભવે છે. જો કે આ સમય સંકોચ માટેનો નથી પરંતુ દરેક વાતની સ્પષ્ટતા કરવાનો છે. કારણે કે તમારા નિર્ણય પર તમારી ભવિષ્યની જિંદગી ડિપેન઼્ડ છે. લગ્નજીવનમાં આર્થિકપાસા અંગે જાણવું અને પ્લાનિંગ કરવું ખૂબ જ મહત્વનું છે. 

 

 

મહિનાનો ખર્ચ કેટલો?
લગ્ન પહેલાની મુલાકાતમાં યુવકને તેના ખર્ચ વિષે પણ પૂછવું જરૂરી છે. જો આપ ડાયરેક્ટ જ આ સવાલ નથી કરી શકતા તો તેની પસંદ અને નાપસંદ, હોબી વિષે પૂછો. આ સવાલના જવાબ પરથી તમે ખર્ચનો અંદાજ લગાવી શકો છો.

 

 

 

સંયુક્ત કે વિભક્ત પરિવાર?
આજની આધુનિક યુવતીનો માઈન્ડસેટ ખૂબ જ ક્લિયર હોય છે. તે લગ્ન બાદ સંયુક્ત કે વિભક્ત કેવા પરિવારમાં રહેવા માંગે છે. આપે પહેલી મુલાકાતમાં આ મુદ્દે તેનું પ્લાનિંગ જાણીને સવાલ કરી લેવા જોઇએ. જેથી આપનો રસ્તો સરળ થઈ જશે.

 

 

 

પેરેન્ટસની અપેક્ષા
લગ્ન બાદ પેરેન્ટસની દીકરા માટેની અપેક્ષા અને પત્નીની પતિ પ્રત્યેની અપેક્ષા આ બંને વચ્ચે ખૂબ જ વિવાદ અને તણાવ અનુભવાતો હોય છે. લગ્ન બાદ આપને આ સંઘર્ષનો સામનો ન કરવો પડે માટે પેરેન્ટસની તમારા પ્રત્યેની શું અપેક્ષા છે? પેરેન્ટસ આર્થિક રીતે તમારા પર ડિપેન્ડ છે? આ બધા જ સવાલ બાદમાં થતા ઝઘડાને નિવારવા માટે જરૂરી છે.

 

 

 

ફેમિલિ પ્લાનિંગ
અરેંજ મેરેજ પહેલા મુલાકાતનો અર્થ છે કે, તમે એકબીજાને સારી રીતે સમજી શકો. આ માટે લગ્ન પહેલા આ સવાલ પણ ખૂબ જ જરૂરી છે, ફેમિલ પ્લાનિંગ લગ્નના કેટલા વર્ષ બાદ વિચાર્યું છે, તેમજ કેટલા બાળકોનું પ્લાનિંગ છે વગેરે અંગે સ્પષ્ટતા કરવી લેવી પણ અનિવાર્ય છે. આ બધા જ સવાલ મુદ્દે જો આપ પહેલાથી ક્લિયર હશો તો લગ્ન બાદ એવી પરિસ્થિતિ ઓછી સર્જાશે જે તમારા માઈન્ડસેટ વિરોધની હોય. 

 

અન્ય સમાચારો પણ છે...