તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું તમને પિરિયડસમાં માથાનો દુખાવો થાય છે? તો કરો આ ઉપાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક: મહિલાઓને દર મહિને પેટદર્દ, ઇમોશનલ ઉતાર-ચઢાવ અને ખાવાની અરૂચિ જેવી પરિસ્થિતિથી પસાર થવું પડે છે. આપ સમજી ગયા હશો કે પિરિયડસમાં થતી તકલીફની વાત થઇ રહી છે. પિરિયડમાં અન્ય તકલીફની સાથે માથાના દુખાવવાની સમસ્યા ખાસ છે.  જીહાં હું એક વર્કિંગ વુમન છું અને મારા પિરિયડના અનુભવની વાત કરૂ તો મને પિરિયડસમાં  માથાનો દુખાવવાની ફરિયાદ રહેતી હતી. જેના કારણે મહિનાના ત્રણથી ચાર દિવસ ઓફિસમાંથી પણ રજા લેવી પડતી. આ સમસ્યાથી કંટાળીને મેં આખરે ડોક્ટરની સલાહ લીધી. ડોક્ટરે મને જણાવ્યું કે પિરિયડમાં માથાના દુખાવાનું કારણ આયરની કમી હોય છે. તેમને મને આ સમસ્યામાં નીચેના ઉપાય કરવાનું સૂચન કર્યું હતું.  
-માનસી શાહ, પોરબંદર 

 

 

પીરિયડસમાં થતા માથાના દુખાવાની ફરિયાદ પર 115 મહિલાઓ જેમને આ સમસ્યા રહેતી હતી તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો, તો જાણવા મળ્યું કે આ મહિલાઓને પહેલાથી માઇગ્રેઇનની તકલીફ હતી અને પીરિયડ દરમિયાન આ સમસ્યા વધી જાય છે. પીરિયડસ દરમિયાન મહિલાઓમાં આયરનની પણ કમી થઇ જાય છે. જેના કારણે માથામાં તીવ્ર દુખાવો થાય છે.


શું છે ઉપાય
એવી મહિલાઓ જે પીરિયડસ દરમિયાન માથાના દુખાવાની સમસ્યાનો સામનો કરે છે તેમને આયરનથી ભરપૂર આહાર લેવો જોઈએ. પાલક,બ્રાઉન રાઈસ, સીરિયલ ફિશ અને મેવેને ડાયટમાં સામેલ કરો. તમે પીરિયડસ દરમિયાન ડાર્ક ચોકલેટ પણ લઇ શકો છો જે ખૂબ જ રાહત પહોંચાડશે. 

 


-પીરિયડસ દરમિયાન થનારા દુખાવાને દૂર કરવા માટે અનેક ઉપાયો છે. આ સાબિત થઈ ચુક્યુ છે કે પીરિયડ્સમાં થનારો દુખાવો એંટી-ઈંફ્લામેંટૅરી કમ્પાઉંડ અને પ્રો-ઈફ્લામેંટ્રી કમ્પાઉંડની વચ્ચે અંતુલન હોવાને કારણે થાય છે. આવામાં જો આ દરમિયાન ઓમેગા-3 ફેટી એસિડનું સેવન કરવામાં આવે તો ખૂબ આરામ મળે છે.  કેટલાક પ્રકારની માછલી અને તેલમાં આ જોવા મળે છે.  

 

-  માસિક ધર્મ દરમિયાન વિટામિન ઈ, મેગ્નેશિયમ જિંક  અને વિટામિન બી1નું સેવન પણ દુખાવાથી રાહત અપાવે છે. 90 ટકા સમસ્યાનું સમાધાન આ સામગ્રીઓના સેવન માત્રથી જ થઈ જાય છે.  જો કોઈ પણ સ્ત્રીને ખૂબ દુખાવો થાય છે તો તેમણે એંટી-ઈફ્લામેંટ્રી દવાઓનું સેવન કરી લેવુ જોઈએ. આ ખૂબ પ્રભાવી હોય છે અને તેનાથી પેટમાં થનારી પીડાથી આરામ મળે છે. 

 

 

અન્ય સમાચારો પણ છે...