તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક કપ બ્રોકલીથી આ 10 હેલ્થ પ્રોબ્લેમ થશે દૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક: બ્રોકલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, આયરન, વિટામિન એ, સી અને બહુ બધા બીજા પોષકતત્વોથી ભરપૂર હોવાના કારણે તેનું સેવન બહુ બધી બીમારીથી દૂર રાખવાનું કામ કરે છે.  સાથે તેમાં એન્ટિઓક્સિડન્ટ પણ વધુ માત્રામાં હોય છે. જે ઇમ્યૂન સિસ્ટમને સ્ટ્રોન્ગ કરે છે. જો આપ પણ સ્વસ્થ રહેવા માંગતા હો તો 1 કપ બ્રોકલીને સલાડ, શાકભાજી,સૂપ સબ્જી અથવા તો ફ્રાય કરીને  ડાઈટમાં સામેલ કરો. 

 

 ઇમ્યૂન પાવર
રોજ એક કપ બ્રોકલીનું સેવન ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. જેના કારણે આપને રોગો સામે લડવા માટે તાકત મળે છે. 

 


ડાયાબિટીસ
બ્રોકલીમાં મળી આવતા પોષકતત્વ ડાયાબિટીસને કટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

 

આંખ માટે ઉત્તમ
મોતિયાબિંદ અને મસ્કુલર ડિજનરેશથી બચવા માટે બ્રોકલી ખાવો. જેમાં બીટા, કેરાટીન અને એન્ટિ ઓક્સિડન્ટ હોય છે. જે આંખોની રોશની વધારવાની સાથે આંખની પરેશાનીઓને દૂર રાખે છે. 

 

 

એનીમીયા
આર્યન અને ફોલેટથી ભરપૂર હોવાના કારણે બ્રોકલીનું સેવન શરીરમાં લોહીની કમીને પૂરી કરે છે. જેનાથી એનિમિયાથી રાહત મળે છે. 

 


કેન્સર
ફાઇટોકેમિકલ્સના કારણે આ એન્ટી કેન્સર ન્યુટ્રિશન સબ્જી છે, તેવું કહી શકાય. એક કપ બ્રોકલીનું સેવન બ્રસ્ટ, ફેફસા અને કોલોન કેન્સરના ખતરાને ટાળે છે. 

 

 

હાઇબ્લડપ્રેશર
બ્રોકલી ખાવાથી શરીરને  ક્રોમિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વ પણ મળે છે. જે બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. 

 

 


હાર્ટની બીમારી
બ્રોકલીમાં કૈરોટીનનોયડ લ્યૂટિન નામનું તત્વ હોય છે. જેનાથી હૃદયની ધમની મોટી થાય છે. બ્રોકલીના સેવનથી આપ હાર્ટઅટેક અને દિલની અન્ય બીમારીથી બચી શકો છો. 

 

 

અન્ય સમાચારો પણ છે...