મસા હટાવવાના આ છે 10 ઘરેલુ સરળ નુસખા

મસા થવા એ કોઈ મોટી બીમારી નથી પરંતુ મસાથી દેખાવ કદરૂપો દેખાય છે. મસાને કેટલાક સરળ ઘરેલુ નુસખાથી દૂર કરી શકાય છે.

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 01:14 PM
health tips

દિવ્યશ્રી ડેસ્ક: સામાન્ય રીતે આંખના પોપચા પર, ગરદન અને પીઠ પર મસા વધુ થાય છે. જો કે આ મસા પેઈનફુલ નથી હોતા. તેનાથી બીજી કોઈ શારિરીક તકલીફ પણ નથી થતી. જો કે આ મસા સૌંદર્યમાં બાધકરૂપ ચોક્કસ છે. મને પણ વારંવાર ખાસ કરીને આંખની આસપાસ મસા થતાં હતા.

વારંવાર થતાં હોવાથી દર વખતે મેડિકલ ટ્રીટમેન્ટ કરવી મને પરવડતી ન હતી. તેથી મેં આ અંગેના ઘરેલુ સરળ નુસખા વિશે જાણ્યું. જેનાથી સરળતાથી મસાથી છૂટકારો મેળવી શકાય છે.
-મીના ઘીયા, અમદાવાદ

1. ડુંગળીના રસને સવાર-સાંજ મસા પર લગાવવાથી મસાને દૂર કરી શકાય છે. જો કે આ પ્રયોગ નિયમિત રિઝલ્ટ ન મળે ત્યાં સુધી કરવું જરૂરી છે.

2. મસા પર ફ્લોસ બાંધવાથી પણ મસા આપોઆપ ખરી જાય છે. મસા પર ફોલ્સ બાંધી દેવાથી મસાને પહોંચતું રક્ત રોકાય જાય છે. મસાને પોષણ ન મળતાં તે સૂકાયને ખરી જાય છે.

3.મસાને ઘરેલુ નુસખાથી હટાવવા ઇચ્છતા હો તો અગરબતી લો. સળગતી અગરબતીને મસા પર લાગવો આવું 8થી10 વખત કરવાથી મસા બળી જાય છે અને ખરી જાય છે. જો કે આ પ્રયોગ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. અગબતી માત્ર મસા પર જ લગાવો, ધ્યાન રાખો કે આસપાસની ત્વચા ન બળી જાય.


4. મસાને દૂર કરવા માટે વડલાનું પાન પણ કારગર છે. વડલાના પાનના રસને મસા પર નિયમિત લગાવવાથી મસા આપોઆપ દૂર થઈ જાય છે.

5. બટાટાની સ્લાઇસથી પણ મસાને દૂર કરી શકાય છે. બટાટાને કાપીને તેના ટૂકડાં મસા પર રગડો. આવું કરવાથી મસા ખરી જાય છે.

6.અળસીના પાનને પીસીને તેમાં અળસીનું તેલ અને મધ મિકસ કરો. આ પેસ્ટને નિયમિત મસા પર લાગવો. 4થી5 દિવસમાં મસા ગાયબ થઈ જશે.

7. એપલ સાઈડર વિનેગર કોટન બોલ્સ પર લગાવીને દિવસમાં ત્રણથી 4 વખત મસા પર લગાવવાથી 4થી 5 દિવસમાં મસા ખરી જાય છે. સફરજનનો રસ લગાવવાથી પણ મસા ખરી જાય છે.

8. કપૂરના તેલને રાત્રે સૂતી વખતે મસા પર લગાવો. સવારે વોશ કરી લો. નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી મસાને દૂર કરી શકાય છે. બેંકીંગ સોડામાં એંરડાનું તેલ મિક્સ કરીને લગાવવાથી પણ મસા ખરી જાય છે.


9. લસણની કળી પણ મસાને સૂકવી દે છે. લસણના ફોતરાને કાઢીને કળીને કાપી લો. આ કટકાને મસા પર રગડો. થોડા દિવસમાં જ મસા ખરી જશે.

10. અનાનસ પણ મસાને દૂર કરવામાં કારગર ટિપ્સ છે. અનાનસરની સ્લાઈસને મસા પર રગડવાથી મસા ખરી જાય છે.
ચેતવણી નોટ: ઉપરોક્ત કોઈપણ નુસખાને અજમાવતા પહેલા અનુભવી આયુર્વૈદ ચિકિત્સકની સલાહ લો.

X
health tips
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App