તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરમીમાંથી ઘરે આવ્યા બાદ કરો આ ટ્રાય, ચહેરાની રોનક ખીલી ઉઠશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક:તાપમાં પસીનો અને પ્રદૂષણના કારણે ચહેરાની રોનક ઉડી જાય છે. ચહેરાને વારંવાર સાબુથી જો વોશ કરવામાં આવે તો ત્વચા સૂકી થઇ જાય છે અને જો આવી સિઝનમાં વારંવાર ચહેરાને સાફ ન કરવામાં આવે તો સ્કિન ડલ થઇ જાય છે. મને પણ આ સમસ્યા સતાવતી હતી. હું રિપોર્ટર છું અને મારે કામના કારણે બહાર ખૂબ જ ફરવું પડે છે પરંતુ આકરા તાપના કારણે ચહેરો ડલ થઇ ગયો હતો. આ સમસ્યામાં મે થોડી ટિપ્સને અનુસરી. જેનાથી મને ફાયદો થયો.જો ગરમીમાંથી પરત ઘરે ફર્યાં બાદ આપ ચહેરાની રોનક પરત લાવવા માગો છો તો આ ટ્રાય કરો
- જ્હાનવી વ્યાસ, મુંબઈ 

 


-આઇસક્યૂબ
સવારમાં જાગ્યા બાદ ત્વચાને પણ જગાડવી જરૂરી છે.તો ત્વચાને જગાડવા માટે અને રોનક લાવવા માટે સવારે ઉઠીને ઠંડા પાણીથી ધોઇ લો, જો જરૂર લાગે તો સ્કિન પર આઇસક્યૂબને રગડો. આવું કરવાથી રક્તસંચાર તીવ્ર બને છે, જેના કારણે ચહેરો ખીલી ઉઠે છે. આઇસ ક્યૂબનો બીજો ફાયદો એ થશે કે ખૂલેલા રોમછિન્દ્ર બંધ થઇ જશે. જેનાથી ચહેરો વધુ સુંદર દેખાશે,.આઇસ કયૂબ રગડ્યા બાદ ચહેરા  પર મોશ્ચરાઇઝર  ટોનર લગાવો. ગરમીની સિઝનમાં મોશ્ચરાઇઝર ક્રિમ હંમેશા ફ્રિજમાં રાખો. 

 

 

-ચહેરાની સફાઈ કરો
ચહેરા પર જો ગંદકી જમા થશે તો ચહેરાની રોનક આપોઆપ ગાયબ થઇ જશે અને સ્કિન ડલ થઇ જશે. સ્કિનનો ગ્લો જાળવવા માટે સૌ પ્રથમ તો સ્કિનની ગંદકી દૂર કરવી જરૂરી છે. આ માટે વીકમાં એક વખત સ્ક્રર્બ કરો. સ્ક્રર્બના કારણે ડેડ સ્કિન દૂર થશે અને સ્કિન મૂલાયમ બનશે, વીકમાં એક વખત પપૈયાના પલ્પમાં મધ,દૂધ મિકસ કરીને પેસ્ટ બનાવી લો, આ પ્રેસ્ટનું સ્કિન પર હળવા હાથે મસાજ કરો સ્કિન ક્લિન થવાની સાથે પ્રાકૃતિક નિખાર આપશે. 

 

 

ફેસમાસ્કનો ઉપયોગ
ચહેરાની થકાવટ  કોઇ મેકઅપથી નથી છુપાવી શકાતી જેથી સ્કિનને સ્વચ્છ અને સ્વસ્થ રાખવો પણ જરૂરી છે. આ માટે તમે ફેસમાસ્કનો ઉપયોગ કરી શકો છો. નિષ્ણાતના મત મુજબ ચહેરા માટે ફુદીનાથી બેસ્ટ કઇ જ નથી. ફુદીના ન માત્રો ચહેરાને ઠંડક આપશે પરંતુ સાથે-સાથે તે ત્વચાને ક્લિન પણ કરશે. આ માટે આપ ફુદીનાની પેસ્ટમાં કાકડીની પેસ્ટ ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લો. ચહેરા પર લગાવો અને  20થી 30 મિનિટ બાદ ચહેરાને ધોઇ લો, ચહેરો ફ્રેશ લૂક આપશે.

 

 


હેલ્ધી ફૂડ લો
ચહેરાને સુંદર રાખવા માટે માત્ર બાહ્ય ટ્રીટમેન્ટ જ પૂરતી નથી પરંતુ આહારમાં પણ પુરતું ધ્યાન આપવું પડે છે, હેલ્ધી અને બ્યુટીફુલ સ્કિન માટે અખરોટ અને બદામ ખાવની આદત પાડો. જે સ્કિનને ગ્લોઇંગ બનાવશે, જંકફૂડને શક્ય હોય તેટલું અવોઇડ કરો. તાજા ફળો લો, નિયમિત બે ફળ સિઝન પ્રમાણે લો. લીલા પાનવાળા શાકભાજીને ડાયટમાં સામેલ કરો. રોજ ગ્રીન સલાડ લો, ડાયટમાં દૂધ, દહીં, લીલા શાકભાજી, ફળોને નિયમિત રીતે સામેલ કરો. આવું કરવાથી ત્વચા જીવંત રહેશે અને ઉંમરના પ્રભાવથી પણ બચી શકાશે 

 

અન્ય સમાચારો પણ છે...