પતાસા પિપરમેન્ટ બનાવી આ પ્લાનિંગ મુજબ કરો બિઝનેસ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાકર, પતાસાં, પીપરમિન્ટ, ચોકલેટ

ચોકલેટ, પીપરમિન્ટ, સાકર, પતાસાં વગેરે ગળી વસ્તુઓ નાના મોટા સહુ કોઇને પ્રિય હોય છે પણ બાળકોને સૌથી વધુ ભાવતી વસ્તુ છે. પીપરમિન્ટ પેક કરવામાં તથા ફેરબદલી કરવામાં વધુ અનુકૂળ રહે છે અને તે લાંબા સમય સુધી બગડતી નથી. સાકર અને પતાસાંને શુકનવંતા માનવામાં ‌આવે છે. ઘરના શુભ પ્રસંગો જેવાં કે સંતાનોનાં લગ્ન, વર્ષગાંઠ, બાળકને પહેલી વાર સ્કૂલે દાખલ કરવામાં આવે કે પરીક્ષામાં પાસ થાય ત્યારે સાકર-પતાસાં, ચોકલેટ વહેંચીને ઊજવણી કરવામાં આવે છે. મંદિરોમાં સાકર, પતાસાં, પીપરમિન્ટનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુઓનો વ્યવસાય કરીને કમાણી કરી શકાય છે. 

 

માહિતી સૌજન્ય: હિના શાહ, આઇસેડ

અન્ય સમાચારો પણ છે...