તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરમાં વડીલ સાથે તમે કેવો કરો વ્યવહાર છો? તે ખુશ રહે છે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિ્વ્યશ્રી ડેસ્ક:આજની દોડભાગ ભરી વ્યસ્ત જિંદગીમાં સંબંધ માટે સમય ફાળવો એ થોડું અઘરૂ બની જાય છે. વ્યસ્ત જીવનશૈલીમાં બાળકો અને લાઇફ પાર્ટનર માટે તો હજુ પણ વીકએન્ડમાં સમય ફાળવવામાં આવતો હોય છે પરંતુ જીવનસંધ્યાએ પહોંચેલાએ વડીલો માટે સાથે પણ ક્વોલિટી સમય વિતાવો છો ખરા? આ સવાલ આજના સમયમાં દરેક યુવા સંતાને પોતાની જાતને પૂછવો જરૂરી છે. ક્યારેક એવું જોવા મળે છે કે વૃદ્ધો ઘરમાં જુના ફર્નિચરની જેમ એક ખૂણામાં પડ્યાં રહે છે.  ઘરના લોકો સમયસર આવે છે અને  જાય છે પરંતુ  આ વડીલોને કેમ છો? આવું પૂછવાની પણ તસ્દી નથી લેવાતી હોતી. આ સ્થિતિમાં જીવનસંધ્યાની આરે પહોંચેલા વડીલો ક્યારેક ડિપ્રેશનમાં સરી પડતાં હોય છે.

 

વડીલોની વ્યથા અને તેમની મૂંઝવણ અંગે અમે કન્સલ્ટેટ સાયકોલોજિસ્ટ રીતા સિંઘલ સાથે વાત કરી તેમણે જણાવ્યું કે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા વડીલોને કેવી રીતે ખુશ અને હેલ્ધી રાખી શકાય.

ક્વોલિટી સમય વિતાવો


જીવનસંધ્યા પહોંચેલા વડીલની વ્યથા અને તેમની  મુશ્કેલી એકલતા હોય છે. પતિ-પત્નીમાંથી જો એકનું નિધન થઈ ગયું હોય તેવી સ્થિતિમાં હાલત વધુ કફોડી બની જતી હોય છે. આ અવસ્થામાં શારિરીક તકલીફની સાથે એકલતાનું દર્દ પણ ઘેરી વળે છે.  આ અવસ્થામાં જીવનનો એકમાત્ર સહારો તેમના સંતાન હોય છે. જો દિવસમાં થોડો સમય તેમની સાથે ફાળવવામાં આવે, તેમની તકલીફ વિશે પૂછવામા આવે તો વડીલો માનસિક રીતે સંતુષ્ટ અને ખુશ રહશે.

 

 

હેલ્ધનું ધ્યાન રાખો
વૃદ્ધાવસ્થા એવી અવસ્થા છે કે તેમાં શારિરીક તકલીફોની ફરિયાદ રહેવી સ્વાભાવિક છે. વૃદ્ધાવસ્થામાં કેટલીક સમસ્યા ઉંમરના કારણે પણ ઉત્પન થતી હોય છે. સંતાનની અહીં ફરજ બને છે કે તે માતાપિતાના સ્વાસ્થ્ય અંગેના ખબર અંતર પુછતા રહે.  ક્યારેક વડીલ તેમની ફરિયાદ જણાવતા નથી તેના કારણે રોગ વધી જાય છે. તો વડીલોના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પણ ખૂબ અનિવાર્ય છે. જો પરિવારમાં વડીલો ખુશ અને સ્વસ્થ હશે તો પરિવાર પણ ખુશ રહી શકશે.  વડીલોની દિનચર્યાંમાં યોગ, વોકિંગને સામેલ કરાવો આવું કરવાથી તેમની એકલતા અને બીમારી બંને દૂર થશે. 

 

 

ભાવનાત્મક સપોર્ટ આપો
આ અવસ્થામાં વડીલો શારિરીક રીતે જ નહીં પરતું ભાવનાત્મક રીતે પણ કમજોર પડી જાય છે.  વડીલોનું ઘરમાં પુરેપુરૂ સન્માન જળવાય તે જરૂરી છે. ઘરમાં કોઈ આયોજન કરવાનું હોય કે અને કોઈ ફાઇન્યાશિયલ પ્લાનિંગ હોય તો વડીલોનુ માર્ગદર્શન લો. આવું કરવાથી તેમનું માન સન્માન જળવાય રહેશે અને આ સાથે એક પ્રકારનો તેમને ભાવનાત્મક સપોર્ટ પણ મળશે. વડીલની સાથે રહીને તેમને એ વાતનો અહેસાસ કરાવો કે તે પરિવારની બહુ જ મહત્વની વ્યક્તિ છે અને તેને બધાજ પ્રેમ કરે છે. વડીલો સામે પ્રેમની અભિવ્યક્તિ કરવાથી પણ તેને ભાવનાત્મક સપોર્ટ મળે છે.

 

 

માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
જે રીતે શારિરીક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે તેવી જ રીતે  તેના માનસિક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આ અવસ્થામાં તે ઉદાસીનતામાં ન સરી પડે માટે વડીલોને પ્રેમ, હુંફ આપવા જરૂરી છે. આ અવસ્થામાં શારિરીક તકલીફોની સાથે માનસિક બદલાવ પણ આવે છે. વિસ્મૃતિ, સ્વભાવ ચિડીયો થઈ જવો, ખોટી બાળક જેવી જિદ્દ કરવી વગેરે બાબતો પણ જોવા મળે છે. આ બધા જ બદલાવમાં વડીલોને પ્રેમ પૂર્વક સારસંભાળ લેવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં પણ તેમનું સ્વાસ્થ્ય સારૂ રહે છે. 

 

 

સાથે જમો સાથે ફરો
શક્ય હોય તો તેમની સાથે બેસીને જ જમવાની આદત પાડો. આવું કરવાથી તે સારી રીતે ભોજન પણ કરશે અને તેમની એકલતા નહીં લાગે. વડીલોની રૂચિ અને તેમને ગમતી ડિશ બનાવીને જાતે પીરસીને તેમની જોડે જમો.ભોજનનું મેનું વડીલોને પુછીને તૈયાર કરો. આવું કરવાથી પણ તે ખુશ રહેશે અને સંબંધોમાં મીઠાસ વધશે. 

 


આ રીતે આપો માનસિક સપોર્ટ 
- કોઈ વાત કે વ્યવહારથી ઠેસ ન પહોંચાડો.
-કલબ જવા દો નવા દોસ્તો બનાવવા દો.
- લાંબા સમય સુધી એકલા ન છોડો
- તેમનો ગુસ્સો સહન કરી લો, દલીલ ન કરો
- તેમના જીવનનના અનુભવોને ધ્યાનથી સાંભળો

 

 

અન્ય સમાચારો પણ છે...