તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિવોર્સ ઇચ્છો છો?ડિવોર્સ પહેલા પાર્ટનર સાથે આ ત્રણ મુદ્દે વાત કરવાનું ન ભૂલતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક: કોઇપણ સંબંધમાં પ્રેમ અને વિશ્વાસનું નિર્માણ કરવામાં કદાચ વર્ષો લાગી જાય છે પરંતુ સંબંધને તોડતા માત્ર એક પળ જ લાગે છે. જ્યારે લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી આવે છે કે પછી તે સંબંધને નિભાવવો મુશ્કેલ લાગતો હોય તો કપલ આ સંબંધને તોડી નાખવામાં જ સમજદારી સમજે છે અને ડિવોર્સનો નિર્ણય લઈ લે છે. જો આપનું પણ લગ્નજીવન મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યું હોય અને ડિવોર્સનો નિર્ણય લઈ લીધો હોય તો એકવાર પાર્ટનર સાથે આ મુદ્દા પર જરૂર વાત કરો જેથી ભવિષ્ય માટે કોઈ પસ્તાવો ન રહે. 

 

 


ગલતફેહમી દૂર કરો
ડિવોર્સ લેતા પહેલા એક વખત ખુલ્લા દિલે વાત કરવા માટે પાર્ટનર સાથે બેઠક ચોક્કસ કરો. બંને વચ્ચે સર્જાયેલી ગેરસમજને દૂર કરવાનો ઇમાનદારીથી પ્રયત્ન કરો.  ભલે વાતચીતનો દૌર બંધ થઈ ગયો હોય તો પણ કેટલાક મુદ્દા પર ચર્ચા કરવી જરૂરી બને છે. બની શકે કે કેટલીક ગલતફેહમી દૂર થતાં આપ ડિવોર્સનો નિર્ણય ટાળી પણ દો. 

 

 


ખુદની ભૂલો સ્વીકારો
કેટલીક વખત અહમ પણ સંબંધને કોરી ખાય છે. સંબંધને ન નિભાવી શકવામાં બની શકે કે કેટલીક આપની ભૂલો પણ જવાબદાર હોય. જો આવું હોય તો ઇમાનદારીથી પોતાની જાતનું અને તમારી ભૂલોનું મુલ્યાંકન કરો. દર વખતે પાર્ટનરને દોષી ન સાબિત કરો. આપની ભૂલો હોય તો તેનો સ્વીકાર કરો આવું કરવાથી પણ ડિવોર્સથી બચી શકાય છે.

 

 

આપની મૂંઝવણ ખત્મ કરો
જો આપ તલાક લેવા ઇચ્છતા હો તો બે મન ન બનાવો. કન્ફ્યૂઝન ન માત્ર આપને ડિસ્ટર્બ કરશે પરંતુ આપના ફ્યુટરને પણ ખત્મ કરી દેશે. જો આપ ડિવોર્સનો નિર્ણય સમજી વિચારીને લઈ ચૂક્યા હો. આપને સંબંધને સુધારવાનો કોઈ વિકલ્પ ન દેખાતો હોય તો આત્મવિશ્વાસથી આગળ વધો અને જો સંબંધમાં હજુ પણ કંઇ પોઝેટિવિટી નજર આવતી હોય તો આ અંગે બંને પાર્ટનર મળીને વિચાર વિમર્શ કરો. 

 

 

અન્ય સમાચારો પણ છે...