હોમમેડ મસાલાનો ઘર બેઠા બિઝનેસ કરીને કરો બનો સ્વનિર્ભર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મસાલા

હ‌ળદર, મરચું, ધાણાજીરું અને ગરમ મસાલાનું સ્થાન રસોડાંમાં અનિવાર્ય છે. પહેલાં તો ઉનાળો એટલે મહિલા માટે બારે માસના મસાલા ભરવાની મોસમ ગણાતી. પણ હવે બજારમાંથી હળદરના ગાંઠિયા અને આખું લાલ મરચું કે ધાણાં લાવીને, ધોઇને, સાફ કરીને ઘંટીએ દળાવીને અથવા તો ઘરમાં ગ્રાઇન્ડરમાં જાતે પીસવા જેટલો સમય અને ધીરજ અને આવડત કોની પાસે છે? ઘરે મસાલા બનાવવાની માથાકૂટમાં પડવાને બદલે માર્કેટમાં મળતાં તૈયાર મસાલા મહિલાઓને અને ખાસ કરીને વર્કિંગ વુમનને વધારે કોઠે પડી ગયા છે. આ પ્રકારના તૈયાર મસાલા 100, 200, 500 તથા 1 કિલોના પ્લાસ્ટિક પેકિંગમાં છૂટક અને કરિયાણાના વેપારીને જથ્થાબંધ વેચી શકો છો. તમે પણ ઘરે બેઠા મસાલા બનાવીને તેનું વેચાણ કરીને કમાણી કરી શકો છો. તૈયાર મસાલાનું માર્કેટ ઘણું મોટું છે.

 

 

 

 

 

 

અન્ય સમાચારો પણ છે...