એસ્થર ડેવિડઃ કળા અને શબ્દનો સંગમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળપણ અને શિક્ષણ
અમદાવાદના યહુદી પરિવારમાં જન્મેલાં એસ્થરના પિતા રૂબિન ડેવિડ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના સ્વપ્નદૃષ્ટા તરીકે વિખ્યાત છે. તેમનાં માતા સારા ડેવિડ શિક્ષિકા હતા. પરિવારમાં બાળપણથી જ કળા અને સંસ્કારિતાનું વાતાવરણ હતું. એસ્થરબહેને આરંભિક અભ્યાસ વિખ્યાત શ્રેયસ સ્કૂલમાં કર્યા બાદ વડોદરાથી ફાઈન આર્ટ્સનો અભ્યાસ કર્યો હતો. એ પછી તેઓ સી.એન.ફાઈન આર્ટ્સ સ્કૂલ અને સેપ્ટમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા.

 

કારકિર્દી
આરંભે શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કર્યા બાદ ૪૬ વર્ષની ઉંમરે એસ્થરબહેને લેખન ક્ષેત્રે ઝુકાવ્યું હતું. કેટલાંક અંગ્રેજી અખબારો, સામયિકોમાં તેમણે આર્ટ ક્રિટિક તરીકે વિખ્યાત થયા બાદ તેમણે અમદાવાદ શહેરની કળા અને સંસ્કારિતા વિશે લખેલી કોલમ્સને પણ આંતરરાષ્ટ્રિય સ્તરે પ્રસિદ્ધિ મળી હતી. 

 

સિદ્ધિ
તેમની પહેલી નવલકથા 'ધ વોલ્ડ સિટી' હતી. 'બૂક ઓફ રેચલ' માટે ઈ સ ૨૦૧૦માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો હતો. તેમનાં પુસ્તકોના ફ્રેન્ચ, જર્મન અને હિબ્રુ ભાષામાં અનુવાદો પણ થયેલા છે. 

 


વણકહી વાત
એસ્થર ડેવિડ ઉત્તમ દરજ્જાના ચિત્રકાર પણ છે. તેમની મોટાભાગની નવલકથાઓના ચિત્રો તેઓ જાતે જ દોરે છે. 

અન્ય સમાચારો પણ છે...