કેતકી દવે: રંગભૂમિનું તેજસ્વી ફરજંદ

women pride ketaki joshi

કેતકી દવે: રંગભૂમિનું તેજસ્વી ફરજંદ.કેતકી જોશીઃ રંગભૂમિનું તેજસ્વી ફરજંદ.કેતકી જોશીઃ રંગભૂમિનું તેજસ્વી ફરજંદ.કેતકી જોશીઃ રંગભૂમિનું તેજસ્વી ફરજંદ.

divyabhaskar.com

Sep 18, 2018, 04:39 PM IST

બાળપણ અને શિક્ષણ
ગુજરાતી રંગભૂમિમાં એક જમાનામાં તહેલકો મચાવનાર મશહુર દિગ્દર્શક પ્રવિણ જોશી અને એટલાં જ લોકપ્રિય અભિનેત્રી સરિતા જોશીની પુત્રી કેતકી દવે ગળથૂથીમાં જ રંગભૂમિ અને અભિનયના સંસ્કાર ધરાવે છે. મુંબઈમાં જન્મેલાં કેતકી જોશીએ પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ મુંબઈમાં જ લીધું છે. પહેલી વાર તેમણે માત્ર ૬ વર્ષની ઉંમરે રંગભૂમિ પર પદાર્પણ કર્યું હતું.

ભૂમિકા
કેતકી દવેએ અનેક ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મો તેમજ કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જોકે તેમને ખરી ઓળખ લોકપ્રિય ટીવી ધારાવાહિક ક્યૂંકી સાસ ભી કભી બહુ થીમાં દક્ષા કાકીની ભૂમિકાથી મળી છે. અભિનયમાં દરેક સ્તર પર એકસરખો પ્રભાવ ધરાવતા કેતકી દવે આ ભૂમિકાથી કોમેડી રોલ માટે મશહુર બન્યાં હતાં.

વણકહી વાત
કેતકીનો સમગ્ર પરિવાર નાટક અને અભિનય સાથે સંકળાયેલો છે. તેમનાં માતા-પિતા રંગભૂમિના ખ્યાતનામ કલાકારો હોવા ઉપરાંત તેમનાં મોટાબહેન પૂરબી જોશી પણ અભિનેત્રી છે. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના જાણીતા અભિનેતા રસિક દવે સાથે કેતકી દવેના લગ્ન થયાં છે.

X
women pride ketaki joshi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી