જયાબહેન શાહઃ ખાદીના પ્રચાર અને પ્રસારમાં અગ્રીમ ભૂમિકા ભજવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળપણ 
ભાવનગરમાં જૈન પરિવારમાં જન્મેલાં જયાબેન શાહ મુંબઇ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને રાજનીતિ વિષય સાથે એમએ થયા હતાં. તેમનાં પતિ વજુભાઈ શાહ ગાંધીવાદી સર્વોદયી હોવાથી જયાબહેન પણ એ ક્ષેત્રની રચનાત્મક પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષાયા હતાં. 

 

જાહેરજીવન 
લોકસેવાના વિચારને વરેલા જયાબેન શાહ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી. મંદિરોમાં દલિતોના પ્રવેશના અધિકાર માટે તેમણે લડત ચલાવી હતી. સૌરાષ્ટ્રમાં ખાદીના પ્રચાર અને પ્રસારમાં પણ તેમની અગ્રીમ ભુમિકા રહી હતી. સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં હતું ત્યારે તેઓ માંગરોળમાંથી ધારાસભ્ય બની નાયબ શિક્ષણમંત્રી બન્યા હતાં.  ૧૯પ૭માં પ્રથમ વખત તેઓ સંસદસભ્ય તરીકે ચુંટાયા હતાં. ત્યારબાદ 1962 અને ૧૯૬૭માં પણ સાંસદ બન્યા હતાં. 

 

વણકહી વાત
જયાબહેન અને વજુભાઈ શાહને 'રાષ્ટ્રીય શાયર' ઝવેરચંદ મેઘાણી સાથે અંગત ઘરોબો હતો અને જયાબહેનના કંઠે પોતાનાં ગીતો સાંભળવા માટે ખુદ ઝવેરચંદ મેઘાણી આતુર રહેતા.
 

અન્ય સમાચારો પણ છે...