ઈન્દિરા બેટીજીઃ કથામૃતની યશસ્વી કથા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળપણ અને શિક્ષણ
પુષ્ટિમાર્ગિય વલ્લભકુળમાં જન્મેલાં ઈન્દિરા બેટીજી પરંપરાગત અને પારીવારિક સંસ્કારોથી પ્રેરાઈને બાળપણથી જ પુષ્ટિમાર્ગિય વલ્લભ સંપ્રદાયમાં રસ ધરાવતાં હતાં. બાળબોધિની ટીકા, શ્રીકૃષ્ણજીવનામૃત જેવા આરંભિક ગ્રંથોના અભ્યાસ પછી તેમણે શ્રીમદ્ વલ્લભાચાર્ય રચિત અણુભાષ્યનો પણ ગહન અભ્યાસ કર્યો હતો. શ્રીમદ્ ભાગવત સહિતના પૂરાણોમાં પણ તેમનો ઊંડો અભ્યાસ હતો. 

 

ભાગવત સપ્તાહ 
ઈન્દિરા બેટીજી તેમની સુમધુર ભાગવત કથાઓ માટે રાજ્ય અને દેશભરમાં ભારે લોકપ્રિય બન્યાં હતાં. એક સમય એવો હતો કે ત્રણ-ત્રણ વર્ષ સુધી તેમની કથાઓનું એડવાન્સ બુકિંગ થઈ જતું હતું. તેમણે વિદેશોમાં પણ સપ્તાહો યોજી હતી. 

 

વણકહી વાત
ભાગવત સપ્તાહના કથાકાર તરીકે ભારે લોકપ્રિય હોવા ઉપરાંત ઈન્દિરા બેટીજી અંગ્રેજી સાહિત્ય અને ખાસ તો શેક્સપિયરના નાટકો, મિલ્ટન અને કિટ્સની કવિતાઓમાં પણ નિપૂણ હતાં. 

 

અન્ય સમાચારો પણ છે...