ઈલાબહેન પાઠક: મહિલા ઉત્કર્ષ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અનોખું પ્રદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિક્ષણ અને કારકિર્દી 
અમદાવાદમાં જન્મેલાં ઈલાબહેને અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક ડીગ્રી મેળવી હતી અને એચ.કે. આર્ટ્સ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા બાદ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા. 

 

અવાજ સંસ્થાની સ્થાપના 
ભારતીય સમાજમાં સ્ત્રીઓને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમાં ઘરેલુ હિંસા મુખ્ય છે એવું પારખીને એ ક્ષેત્રને પોતાની કામગીરીનું પ્રધાન ક્ષેત્ર બનાવ્યાં બાદ ઈલાબહેન અન્ય સાથીદારોના સંગાથમાં ઈસ. ૧૯૮૧માં અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપની સ્થાપના કરી હતી, જે અવાજના નામે ઓળખાય છે. આ સંસ્થાના માધ્યમથી તેમણે સ્ત્રીઓને સમાનતા, ગૌરવ અને અધિકાર મળે એ માટે સામાજિક જાગૃતિથી માંડીને કાનૂની સહાય, કાઉન્સેલિંગ અને રોજગારી સહિતના અનેક પ્રોજેક્ટ્સ આપ્યા હતા. 

 

સામાજિક જાગૃતિ 
સ્ત્રીઓને તેમનો અધિકાર અને ગૌરવ સૌ પ્રથમ સમાજે જ આપવા ઘટે એવી દૃઢ પ્રતીતીથી પ્રેરાયેલા ઈલાબહેને જાહેરમાં સ્ત્રીઓના ચિત્રણથી માંડીને પરિવારમાં સ્ત્રીઓ સાથે સન્માનજનક વ્યવહાર થાય એ માટે સામાજિક જાગૃતિના પ્રયાસો કર્યા. 

 

વણકહી વાત
સંગીતના અચ્છા જાણકાર ઈલાબહેન ખૂબ સારા લેખિકા હોવા ઉપરાંત શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં પણ માહેર હતાં. 

અન્ય સમાચારો પણ છે...