અમર માઃ સેવાની અખૂટ સરવાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળપણ
જેતપુર તાલુકાના પીઠડીયા ડવ શાખાના મછોયા આહીર પરીવારમાં અમરબાઇનો જન્‍મ થયો હતો. એ સિવાય તેમનાં પરિવાર વિશે કે જન્મના નિશ્ચિત સમય વિશે કોઈ વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. બાળપણથી જ અમર માને સાંસારિક સુખો કે દુન્યવી બાબતોમાં કોઈ રસ ન હતો.

 

સેવા
પિતા સાથે પરબધામની યાત્રાએ જવાનું થયું. ત્યાં દેવીદાસને રક્તપિતિયાઓની સેવા કરતા જોઈને અમર માને પણ પોતાના જીવનનું લક્ષ્ય મળી ગયું અને તેમણે પણ સેવામાં જ જીવન વ્યતિત કર્યું.

 

પરબધામ
સૌરાષ્ટ્રના તીર્થસ્થાન પરબધામમાં દેવીદાસ ઉપરાંત અમર માની સમાધિ પણ આવેલી છે. માની ચૂંદડીની પણ અહીં પૂજા થાય છે. તેમણે શરૂ કરેલ સદાવ્રતની પરંપરા આજે પણ અખંડ ચાલી રહી છે.

વણકહી વાત
પરિવારના આગ્રહથી વિસાવદરના શોભાવડલા ગામે અમર માનું વેવિશાળ થયું હતું પરંતુ તેમને સંસાર પ્રત્યે ભારે વિરક્તિ હતી. દેવીદાસની પ્રેરણાથી તેમણે સંસારનો ત્યાગ કર્યો હતો.

 

અન્ય સમાચારો પણ છે...