અદિતી દેસાઈઃ રંગભૂમિની આગવી પરંપરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળપણ અને શિક્ષણ
અમદાવાદના વતની અદિતીબહેનના પિતા જશવંત ઠાકર ગુજરાતી રંગભૂમિના ભિષ્મ પિતામહ ગણાય છે. પિતાના કારણે બાળપણથી જ રંગભૂમિના સંસ્કારો ધરાવતા અદિતીબહેને પણ એ પરંપરાને આગળ વધારી છે.

 

કારકિર્દી
આરંભે પિતાના નાટ્યજૂથ અને એ સિવાય અન્યત્ર પણ અનેક નાટકોમાં યાદગાર ભૂમિકાઓ ભજવ્યા પછી અદિતિબહેન કારકિર્દીના ઉત્તરાર્ધમાં તેમની આગવી નાટ્યપ્રવૃત્તિઓને લીધે અને ખાસ તો તદ્દન નોંખી ભાત પાડતાં પડકારજનક નાટકો ભજવીને વધુ લોકપ્રિય બન્યાં છે.

 

સિદ્ધિ
તેમણે ધ્રુવ ભટ્ટ લિખિત લોકપ્રિય નવલકથા અકુપારનું યાદગાર મંચન કર્યું છે. આ નાટકે દુનિયાભરના ગુજરાતીઓમાં વ્યાપક ચાહના મેળવી છે. એ સિવાય કસ્તુરબાના પાત્રને પણ તેમણે આબાદ રીતે મંચસ્થ કર્યું હતું. સમુદ્રમંથન જેવા નાટકમાં સ્ટેજ પર વહાણ, દરિયો અને દરિયાઈ તોફાનોનો દર્શકોને આબાદ અનુભવ કરાવ્યો હતો.

 

વણકહી વાત
લોકપ્રિય રેડિયો જોકી દેવકી અદિતિબહેનની પુત્રી છે. મશહુર નાટ્ય દિગ્દર્શક ભરત દવે અદિતિબહેનના પતિ છે.

 

અન્ય સમાચારો પણ છે...