આશા પારેખઃ ગુજરાતીપણાંનો ફિલ્મી પર્યાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળપણ અને શિક્ષણ
ભાવનગર જિલ્લાના મહુવામાં કપોળ પરિવારમાં જન્મેલાં આશા પારેખના પિતા પ્રાણલાલ શેરબજારમાં મોટો બિઝનેસ ધરાવતા હતા. તેમનાં માતા ડ્રેસ ડિઝાઈનર હતાં. આશાબહેન ભણવામાં પણ અત્યંત તેજસ્વી હતાં.

 

કારકિર્દી
માત્ર ૧૬ વર્ષની ઉંમરથી ફિલ્મોમાં અભિનય ક્ષેત્રે પ્રવેશી ચૂકેલાં આશા પારેખ તેમના નજાકતભર્યાં સૌંદર્ય અને અભિનયની બારિક સૂઝના કારણ તેમની સમકાલીન અભિનેત્રીઓમાં નોંખી ભાત પાડવામાં સફળ નીવડ્યા હતા. એ સમયના ટોચના અભિનેતાઓ રાજેશ ખન્ના અને શમ્મી કપુર સાથે તેમની જોડી લોકપ્રિય ગણાતી હતી.

 

યાદગાર ફિલ્મો
કટી પતંગ, દો બદન, તિસરી મંઝિલ, પગલા કહીં કા, મેરે સનમ, મૈં તુલસી તેરે આંગન કી જેવી મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મોમાં આશા પારેખનો અભિનય ભારે વખણાયો હતો.

 

સિદ્ધિ
ફિલ્મ અભિનેત્રી તરીકે માત્ર રૂપનું પૂતળું ન બની રહેતાં આશા પારેખે અનેક ક્ષેત્રે પ્રદાન કર્યું છે. જુનિયર આર્ટિસ્ટ એસોસિએશનમાં સક્રિય રહીને તેમણે નાના કલાકારોના જીવનધોરણ સુધરે એ માટે પ્રયાસો કર્યા હતા. તેઓ ફિલ્મ સેન્સર બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ પણ રહી ચૂક્યાં હતાં.

 

વણકહી વાત
આશા પારેખે પિતાના અવસાન પછી તેમનો જુહુ ખાતે આવેલો મોટો બંગલો વેચીને નાનાં ફ્લેટમાં રહેવાનું પસંદ કર્યું છે અને એ બંગલાના વેચાણમાંથી થયેલી આવકમાંથી ટ્રસ્ટ બનાવીને મધ્યમવર્ગિય પરિવારો માટે એક હોસ્પિટલનું નિર્માણ કર્યું છે.

 

અન્ય સમાચારો પણ છે...