વીરબાળાબહેન નાગરવાડિયા: મહિલા ઉત્કર્ષ માટે સતત રહ્યાં કાર્યરત

virbalabahen narvadiya's journey

divyabhaskar.com

Sep 11, 2018, 06:45 PM IST

બાળપણ અને શિક્ષણ
વિભાજન પૂર્વેના કરાંચીમાં જૈન પરિવારમાં જન્મેલાં વીરબાળાબહેનના પિતા વેપારી હતા. વીરબાળાબહેને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ શાળામાં અને પછીનું શિક્ષણ જૈન ઉપાશ્રયોમાં મેળવ્યું હતું. તેમના લગ્ન અમદાવાદના રતિલાલ નાગરવાડિયા સાથે થયા હતા.

આઝાદીની લડત
તેમનાં પતિ ગાંધીચિંધ્યા માર્ગે આઝાદીની લડતમાં સક્રિય હોવાથી તેમની પ્રેરણાથી વીરબાળાબહેન પણ જોડાયા. મીઠાના સત્યાગ્રહમાં તેમણે ભારે સક્રિયતા દાખવી અને જેલવાસ પણ વહોરી લીધો. દારૂની દુકાનો પર પિકેટિંગ કરવામાં પણ તેઓ અગ્રેસર રહેતાં હતાં.

જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ

આઝાદી પછી ગાંધીજીના આદેશ મુજબ સમાજોપયોગી રચનાત્મક પ્રવૃત્તિને જીવનલક્ષ બનાવી દેનાર વીરબાળાબહેને અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જીવનસંધ્યા નામે વૃદ્ધાશ્રમની સ્થાપના કરી. આજે આ સંસ્થામાં ૨૫૦થી વધુ નિરાધાર વૃદ્ધો આશ્રય ઉપરાંત ભોજન, સ્વાસ્થ્ય સુવિધા, પુસ્તકો, મનોરંજન, અંગત દેખરેખ, કાળજી અને હૂંફ મેળવે છે.

વણકહી વાત
વીરબાળાબહેનને તેમનાં મૂલ્યવાન પ્રદાન બદલ વિદ્યાગૌરી નીલકંઠ પુરસ્કાર મળ્યો હતો.

X
virbalabahen narvadiya's journey

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી