સોનલ શાહઃ દરિયાપારની ગુર્જર સિદ્ધિ

sonal shah's jouery

divyabhaskar.com

Sep 11, 2018, 06:50 PM IST

બાળપણ અને શિક્ષણ
મુંબઈમાં જન્મેલાં સોનલબહેનનો પરિવાર અમેરિકા સ્થાયી થતાં ૪ વર્ષની ઉંમરે તેમણે ભારત છોડીને અમેરિકાને કાયમી નિવાસ બનાવ્યું હતું. તેમણે યુનિવર્સિટી ઓફ શિકાગોમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડીગ્રી મેળવ્યા બાદ ડ્યુક યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ડીગ્રી મેળવી હતી.

કારકિર્દી
સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ અને સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસ જેવી સંસ્થાઓમાં તેમણે ઉચ્ચ જવાબદારી નિભાવી છે. જેમાં તેમણે એશિયન અને આફ્રિકન દેશો સાથેના અમેરિકાના સંબંધોનું અર્થશાસ્ત્રીય વિશ્લેષણ કર્યું હતું. ગોલ્ડમેન સેશે જેવી પ્રસિદ્ધ કંપનીમાં તેમણે વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પણ સફળતાપૂર્વક જવાબદારી નીભાવી હતી.

સિદ્ધિ
તેમની બહુક્ષેત્રિય સફળતાને ધ્યાનમાં રાખીને અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ તેમને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા અને સોશિયલ ઈનોવેશન વિભાગના અધ્યક્ષની જવાબદારી સોંપી હતી.

વણકહી વાત
સોનલબહેન વિશ્વ હિંદુ પરિષદ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા હતા અને અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર, પ્રસારમાં તેમનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. જોકે, ૨૦૦૨ના ગુજરાતના રમખાણો પછી તેમણે વિશ્વ હિન્દુ પરિષદની આકરી ટીકા પણ કરી હતી.

X
sonal shah's jouery

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી