તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તમારી એક ભૂલ બાળકને બનાવી શકે છે માનસિક રોગનો શિકાર, જાણો કેમ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્યશ્રી ડેસ્ક: બાળક એજ શીખે છે,  જે તેની આસપાસ જુવે છે. ભલે પછી એ વાત સારી હોય કે નરસી. બાળકની આસપાસ બનતી ઘટના બાળકના મગજ પર બહું ઉંડો પ્રભાવ છોડી જાય છે.  હું અમારા અનુભવની વાત કરૂ તો મારા વિરાજનાં ડિપ્રેશનનું કારણ અમે બંને હતા. જી હાં પેરેન્ટસના ઝઘડાની બાળકના કુમળા માનસ પર ખૂબ જ અસર થાય છે. આ વસ્તુ તેને માનસિક રીતે ડિસ્ટર્બ કરી શકે છે. વિરાજની ઉદાસીનતાનું કારણ જાણ્યું ત્યારબાદ અમે બંને સમજદારીથી કામ લીધું અને ઘરનો  માહોલ સુધાર્યો. 

પેરેન્ટસ જ્યારે  બાળકની હાજરીમાં ઝઘડો કરે છે, ગુસ્સો કરે છે તો બાળક આવા માહોલમાં માનસિક રીતે ડિસ્ટર્બ થઈ જાય છે આ વસ્તુ બાળકને ડિપ્રેશન તરફ પણ દોરી જાય છે. જો આપ પણ આવી ભૂલ કરતા હો તો જાણી લો તેનો નકારાત્મક પ્રભાવ શું પડે છે.
-ગીતા પંડ્યા, ભાવનગર


ડિપ્રેશનની સમસ્યા
જ્યારે પેરેન્ટસ ઘરમાં ઝઘડો કરે છે ત્યારે ઘરનો માહોલ બગડી જાય છે. ઘરનો ખુશનુમા માહોલ નથી રહેતો. આ સમયે બાળક ઘૂટન મહેસૂસ કરે છે. તે આ સ્થિતિમાં માતા-પિતાને કંઇ કહેવા સક્ષમ નથી હોતું. જેના કારણે તે ઊંડી ઉદાસીનતામાં સરી પડે છે. 

 

 

ગુસ્સાવાળો સ્વભાવ
જે ઘરમાં કંકાશ થતા હોય, પતિ-પત્ની સતત આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા હોય, આવા માહોલમાં ઉછરી રહેલું બાળક પણ શાંત નથી રહી શકતું તે બાળપણથી હાઈપર બની જાય છે. તે ખોટી દિશામાં પણ વળી જાય છે આટલું જ નહીં તે આક્રમક બની જાય છે.

 

 

ડરમાં જીવન
બાળક માટે તેની દુનિયા માતા-પિતા જ હોય છે. તે દરેક સુખ આ સંબંધમાં શોધે છે. બાળક પેરેન્ટસ પાસેથી સુરક્ષા, પ્રેમ, લાડ દુલાર આ બધું જ ઇચ્છે છે. જ્યારે માતાપિતા ખુદ જ ઝઘડાખોર હોય. બંને વચ્ચે પરસ્પર પ્રેમ નથી હોતો તે સમયે બાળક ન માત્ર અસુરક્ષાનો ભાવ અનુભવે છે પરંતુ સતત ડરમાં પણ જીવે છે. આવા બાળકનો માનસિક વિકાસ પણ યોગ્ય નથી થતો. 

 

 

ભરોસો નથી કરી શકતા
ઝઘડાળું પેરેન્ટસના બાળકો જિંદગીથી અને સંબંધથી એટલા નિરાશ થઈ જાય છે કે તે કોઈ પર પણ ભરોસો નથી કરી શકતા. ક્લેશ, કંકાશના માહોલમાં ઉછરેલા બાળકો કોઈ પણ માણસનું સાચું મુલ્યાકન નથી કરી શકતા. આવા બાળકો એવા લોકોને પણ ગલત જ સમજે છે જે તેનું હિત ઇચ્છે છે. 

 

 

ખોટા રસ્તે ચઢી જવું
જે બાળકોના માાતા-પિતાના સંબંધો સારા નથી હોતા તેવા ઘરમાં સુખ શાંતિ નથી હોતી. આવા બાળકો બહારની દુનિયામાં પ્રેમ, શાંતિ શોધવા નીકળી જાય છે. આ સ્થિતિમાં તે ક્યારેક ખોટા રસ્તા પર પણ ચઢી જાય છે. બાળકો ઘરથી દૂર રહેવાનું પસંદ કરે છે. ન તો અભ્યાસમાં ધ્યાન આપી શકે છે કે ન તો તેનું બાળપણ માણી શકે છે. આવા બાળકોને અનેક પ્રકારના માનસિક રોગ ઘેરી વળે છે.

ટૂંકમાં બાળકને સર્વાગી વિકાસ માટે અને સુખદ બાળપણ માટે જરૂરી છે કે બાળકને ઘરમાં સુખદ અને સકારાત્મક માહોલ પુરો પાડવામાં આવે. 

અન્ય સમાચારો પણ છે...