તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

6 મહિનાના બાળકને આપો આ સમતોલ આહાર, સફરજનથી કરો શરૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યશ્રી ડેસ્ક: બાળકનો શારીરિક વિકાસ તેની આહાર શૈલી પર નિર્ભર છે. તે ન ભુલવું જોઇએ. બાળકનું ડાઈટ જેટલું હેલ્ધી અને બેલેસ્ડ હશે તેટલો તેનો વિકાસ સારો થશે. બાળકને સામાન્ય રીતે 6 મહિના બાદ ઠોસ આહાર આપવાનું શરૂ કરી દેવું જોઇએ. જેનાથી તેના શારિરીક વિકાસમાં મદદ મળે છે. તો ચાલો જાણીએ કે બાળકને 6 માસ બાદ કેવો આહાર આપવો જોઇએ. 

 
 
આપો હેલ્ધી ફૂડ 
4 મહિનાથી નાની ઉંમરના બાળકનું પાચનતંત્ પુરી રીતે વિકસિત નથી હોતું. ઠોસ આહાર પચાવવામાં તેને મુશ્કેલી પડે છે. આ માટે માત્ર દૂધ અને દાળનું પાણી જ આપવામાં આવે છે. જો કે 6 મહિના બાદ તેને ધીરેધીરે ઠોસ આહાર આપવાનું શરૂ કરી શકાય છે. જેનાથી તેના શારિરીક વિકાસમાં રાહત મળે છે. 
 
 
કેળાં છે હેલ્ધી ડાઈટ
બાળકનું પાચનતંત્ર 6 મહિના બાદ ધીરે-ધીરે મજબૂત બને છે. તો બાળકને 6 મહિના બાદ આપ કેળાને ક્રશ કરીને આપી શકો છો.  બાળકને કેળાને મેશ કરીને ખવડાવો સારો ફાયદો થશે. કેળા હેલ્ધી ફ્રૂટ છે. જેમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. 
 
સફરજનની પેસ્ટ
બાળકના પોષણ માટે અને વિકાસ માટે ફ્રૂટ ખૂબ જ અગત્યનું છે. બાળકને એક સફરજનું જ્યુસ દિવસમાં એક વખત જરૂર પિવડાવો. 6 મહિના બાદ આપ બાળકને સફરજનની મૈશ પણ ખવડાવી શકો છો. 
 
દહીં
દહીં બાળક માટે શ્રેષ્ઠ ડાઈટ છે. તેનાથી પ્રોટીનની કમી પુરી થાય છે. બાળકને દહીં આપતી વખતે એક વાતનું ધ્યાન રાખો. દહીં ફ્રેશ અને ખાટું ન હોવું જોઇએ તેમજ રાત્રિના સમયે બાળકને દહીં ન આપો. આપ સવારે દહીં આપી શકો છો. 
 
બટાટા
બટાટાટ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર છે. બટાટાને બાફીને તેની પેસ્ટ બનાવીને બાળકને આપી શકાય છે. આ રીતે શક્કરિયા પણ બેસ્ટ છે. શકકરિયા બાફીને તેની પેસ્ટ બનાવીને પણ બાળકને આપી શકાય છે. 6 મહિના બાદ જ્યારે બાળકને ફૂડ આપવાનું શરૂ કરો તો એક વાતનું ધ્યાન રાખો કે એકસાથે બાળકને ઠોસ આહાર આપવાનું શરૂ ન કરી દો. ધીરે ધીરે આ ડાયટની શરૂઆત કરો. જો કે આ તમામ ફૂડ સાથે દૂધ આપવાનું પણ ચાલું રાખો. 
 
 
 
 
અન્ય સમાચારો પણ છે...