પન્ના નાયકઃ દરિયાપારની ગુજરાતી સંવેદના.પન્ના નાયકઃ દરિયાપારની ગુજરાતી સંવેદના.
divyabhaskar.com
Sep 18, 2018, 04:38 PM ISTબાળપણ અને શિક્ષણ
પન્ના નાયકનો જન્મ મુંબઈમાં ધીરજલાલ મોદી અને રતનબેનને ત્યાં થયો હતો. તેમના દાદા છગનલાલ મોદી એ વખતના બરોડા રાજ્યમાં કેળવણી નીરિક્ષક હતા અને તેમણે લોકપ્રિય ઐતહાસિક નવલકથા ઇરાવતી લખી હતી. તેમના કુટુંબનું મૂળ વતન સુરત છે. તેમની માતાએ બાળપણથી જ પન્નાબહેનને ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યમાં રસ લેતા કર્યા હતા. ૧૯૫૪માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં બી.એ. અને ૧૯૫૬માં એમ.એ.ની પદવીઓ મેળવી.
અમેરિકામાં વસવાટ
૧૯૬૦માં લગ્ન પછી તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે સ્થાયી થયા. ૧૯૬૨માં ફિલાડેલ્ફીઆની ડ્રેક્સલ યુનિવર્સિટીમાંથી લાયબ્રેરી સાયન્સની ડિગ્રી અને ૧૯૭૨માં ફિલાડેલ્ફીઆની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી એમ.એસ.ની પદવીઓ મેળવી. ૧૯૬૪ થી ૨૦૦૩ દરમિયાન તેઓ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની વેન પેલ્ટ લાયબ્રેરીમાં દક્ષિણ એશિયાનાં ગ્રંથસૂચિકાર તેમજ ૧૯૮૫ થી ૨૦૦૨ દરમિયાન ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે રહ્યા.
સાહિત્યમાં પ્રદાન
તેમનાં કાવ્યો આધુનિક અને શહેરી સ્ત્રીની લાગણીઓ રજૂ કરે છે. કાવ્યોમાં પુરુષો સાથેના સંબંધો, લગ્ન જીવનની મૂંઝવણો, આશાઓ અને નારીવાદી લાગણીઓ પણ રજૂ થઇ છે. તેમની કવિતાઓમાં અમેરિકન કવિ અન્ને સેક્સટોનનો પ્રભાવ હતો. પન્નાબહેનનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રવેશ પ્રસંશા પામ્યો હતો. વિદેશીની ભારતીય ડાયસ્પોરાને સંબંધિત સમસ્યાઓ વિશેના તેમના પ્રથમ પાંચ કવિતાઓના સંગ્રહ છે. અત્તર અક્ષર તેમનો હાઇકુ સંગ્રહ છે. ફ્લેમિંગો તેમનો વાર્તા સંગ્રહ છે.
વણકહી વાત |