મીઠુબહેન પીટીટઃ આઝાદી જંગનું ખમીર

mithuben pitit freedom fighter

divyabhaskar.com

Sep 11, 2018, 06:53 PM IST

બાળપણ અને શિક્ષણ
મુંબઈમાં ગર્ભશ્રીમંત પારસી પરિવારમાં જન્મેલાં મીઠુબહેનના પિતા દિનશા માનેકજી પીટિટ મુંબઈના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને મિલમાલીક હતા. કાપડ, રસાયણ અને હિરાનો તેમનો વ્યવસાય હતો. સાહ્યબીમાં ઉછરેલા મીઠુબહેને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ ઘરે જ મેળવ્યું હતું.

ગાંધીજીનો રંગ
મીઠુબહેનના માસી એદલબહેન ગાંધીજીના ચુસ્ત અનુયાયી હોવાથી તેમનાં સંગાથમાં મીઠુબહેને આઝાદીની લડાઈમાં સ્વયંસેવિકા તરીકે ઝુકાવ્યું હતું. ત્યારબાદ કસ્તુરબા ગાંધીના નિકટતમ સહયોગી તરીકે મીઠુબહેન સતત તેમની સાથે રહ્યાં હતાં.

દાંડી સત્યાગ્રહ
ઈતિહાસ પ્રસિદ્ધ દાંડી સત્યાગ્રહમાં તેઓ જોડાયાં હતાં. અને દાંડી ખાતે પહોંચીને ગાંધીજીએ મીઠું ઉપાડ્યું એ પછી તરત મીઠુબહેન પીટીટ અને સરોજિની નાયડુએ મીઠું ઉપાડીને સત્યાગ્રહનો આરંભ કર્યો હતો.

વણકહી વાત
મીઠુબહેનના ભાઈની દીકરી રતનબાઈ (રૂટી) પીટીટે મુસ્લિમ લીગના નેતા અને પાકિસ્તાનના સ્થાપક મહંમદઅલી જિન્નાહ સાથે લગ્ન કર્યા હતા.

X
mithuben pitit freedom fighter

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી