મંજુબહેન મહેતાઃ સિતારના સૂરમાં ગુજરાતી ઓળખ

majubahen sitarvadak, gujrati women

મંજુબહેન મહેતાઃ સિતારના સૂરમાં ગુજરાતી ઓળખ.મંજુબહેન મહેતાઃ સિતારના સૂરમાં ગુજરાતી ઓળખ.મંજુબહેન મહેતાઃ સિતારના સૂરમાં ગુજરાતી ઓળખ.

divyabhaskar.com

Sep 11, 2018, 06:37 PM IST

બાળપણ અને લગ્ન
મંજુબહેનનો જન્મ જયપુરના સંગીતપ્રેમી પરિવારમાં થયો હતો. તેમનાં પિતા મનમોહન ભટ્ટ અનેક વાદ્યોમાં નિપૂણ હતા. તેમના માતા ચંદ્રકળા ભટ્ટ પણ વાદ્ય સંગીતમાં નિષ્ણાંત હતા. ભાઈ વિશ્વમોહન ભટ્ટ મોહનવીણા નામના વિશિષ્ટ વાદ્યના શોધક તરીકે જગવિખ્યાત છે. જ્યારે શશીમોહન ભટ્ટ વિખ્યાત સિતારવાદક પં. રવિશંકરના પટ્ટશિષ્ય તરીકે ખ્યાતિ ધરાવે છે. પરિવારના આ વાતાવરણથી પ્રેરાઈને મંજુબહેને બાળપણથી જ સિતારવાદનમાં પારંગતતા મેળવી હતી. તેમનાં લગ્ન બનારસ ઘરાણાના મશહુર તબલાં વાદક નંદન મહેતા સાથે થયા હતા.

તાલીમ
મંજુબહેને સિતારની આરંભિક તાલીમ પોતાના ભાઈ શશીમોહન ભટ્ટ પાસે મેળવી હતી. એ પછી પં. દામોદરલાલ કાબરા પાસેથી પદ્ધતિસરનું શિક્ષણ મેળવ્યું હતું અને ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયમાંથી વાદ્ય સંગીતમાં માસ્ટર ડીગ્રી મેળવી હતી.

કાર્યક્રમો
મંજુબહેને તાનસેન સમારોહ, બૈજુ સમારોહ, હરિદાસ સમારોહ જેવા પ્રતિષ્ઠિત કાર્યક્રમો ઉપરાંત દુનિયાભરમાં સિતારવાદનના અનેક કાર્યક્રમો કર્યા છે અને ભારે કીર્તિ મેળવી છે.

સપ્તક
પતિ નંદન મહેતાના સાથમાં સ્થપાયેલી સંગીત સંસ્થા સપ્તકના તેઓ સ્થાપક ટ્રસ્ટી છે. સપ્તકના માધ્યમથી યોજાતા શાસ્ત્રીય સંગીતના અત્યંત ઉચ્ચ કક્ષાના કાર્યક્રમો વડે તેમણે વેપારી ગણાતાં ગુજરાતીઓને પણ શાસ્ત્રીય સંગીતમાં રસ લેતાં કરી દીધા છે. આ તેમનું બહુ જ મૂલ્યવાન પ્રદાન ગણાય છે.

પરિવાર
પતિ (હવે સ્વ.) નંદન મહેતા ખ્યાતિપ્રાપ્ત તબલાંવાદક હતા. બંને પુત્રીઓએ પણ માતા-પિતાનો વારસો જાળવ્યો છે. દીકરી હેતલ મહેતા તબલાંવાદક તરીકે જાણીતા છે, તો પૂર્વી સિતારવાદક તરીકે વિખ્યાત છે.

વણકહી વાત
રાજસ્થાની પરિવારમાં ઉછરેલાં મંજુબહેન અને ગુજરાતી નંદન મહેતાના પરિચયમાં પણ સંગીત જ માધ્યમ બન્યું હતું. ધનાઢ્ય અને ઉચ્ચ સંસ્કારિતા ધરાવતા મહેતા પરિવારના એક સંગીત કાર્યક્રમમાં દામોદરદાસ કાબરાનું સિતારવાદન અને પં. કિશન મહારાજનું તબલાવાદન હતું. મંજુબહેન દામોદરદાસના શિષ્યા અને નંદન મહેતા કિશન મહારાજના શિષ્ય હોવાથી બંને પણ સંગત કરી રહ્યાં હતા. એ પ્રથમ મુલાકાત પછી બંને પ્રેમમાં પડ્યાં અને લગ્ન કર્યાં.

X
majubahen sitarvadak, gujrati women

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી