દમયંતિ બરડાઈઃ લોકસંગીતની સૂરીલી ઓળખ

Damyanti bardai musical journey

divyabhaskar.com

Sep 11, 2018, 06:39 PM IST

બાળપણ અને શિક્ષણ
દમયંતિબહેનનો પરિવાર સૌરાષ્ટ્રમાં માંગરોળનો વતની પરંતુ વ્યવસાય અર્થે મુંબઈ સ્થાયી થયેલો હતો. તેમણે ધો. ૧૦ સુધીનો અભ્યાસ કર્યો હતો. પરિવારમાં ભક્તિભાવના અત્યંત ઉચ્ચ આથી ઘરમાં ભક્તિસંગીતનું વાતાવરણ હતું. દમયંતિબહેન બાળપણથી બહુ હલકભેર સ્તુતિ, સ્તવન અને ભજનો ગાતાં. ખારવા જ્ઞાતિના દરિયાછોરુ નામના મંડળમાં તેમણે પં. રામકુમાર સુખડિયા પાસે સંગીતની પદ્ધતિસરની આરંભિક તાલીમ મેળવી હતી.

લગ્ન
દમયંતિબહેનના લગ્ન પોરબંદર ખાતે થયા હતા. તેમનાં પતિનું નામ દેવજીભાઈ સિંધવ હતું. પતિનું નાની વયે કેન્સરની બિમારીના કારણે અવસાન થયા બાદ દમયંતિબહેને સંગીત ક્ષેત્રે કારકિર્દી અપનાવી. શરૂઆતમાં તેઓ ભજનીક તરીકે જાણીતાં બન્યાં. ત્યારબાદ લોકડાયરામાં પણ તેમની ભારે લોકપ્રિયતા ઊભી થઈ. ગુજરાતી ફિલ્મ સંગીતના એ સુવર્ણયુગમાં દમયંતિબહેન પછી તો અનિવાર્ય ગણાવા લાગ્યા.

ડાયરાની રોનક
એંશીનો દાયકો એવો હતો કે ગામે ગામ યોજાતા લોકડાયરામાં દમયંતિબહેનની હાજરી અનિવાર્ય ગણાય. ખાસ કરીને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ્લ દવે સાથે તેમની જોડી ભારે લોકપ્રિય ગણાતી હતી.

યાદગાર ગીતો
હે ઓઢાજી, પારસ પીયુ અને પાદર, મેળે મેળે મોરલડી, મારે સાસરિયે જઈ કોઈ કહેજો સઈ વગેરે ગીતો લોકોને આજે પેઢીઓ પછી પણ કંઠસ્થ છે.

વણકહી વાત
દમયંતિબહેન હાલ મુંબઈ ખાતે નિવૃત્ત જીવન ગાળે છે. પ્રસિદ્ધિ અને કાર્યક્રમોથી સદંતર દૂર રહે છે. તેમનાં ત્રણ સંતાનો વિદેશમાં વસે છે.

X
Damyanti bardai musical journey

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી