ડ્રાય વેજીટેબલ અને ફ્રૂટનો ઘર પર જ આ રીતે બિઝનેસ શરૂ કરી શકાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફળ અને શાકભાજીની સુકવણી

આંબોળિયાં શબ્દ જ્યારે કોઇ વયસ્ક મહિલાના કાને પડે ત્યારે તરુણાવસ્થા અને યુવાનીમાં ભરપૂર માણેલો આંબોળિયાંનો ખટમધુરો સ્વાદ તેની જીભે રમવા લાગે છે. આંબોળિયાં (કાચી કેરીના સૂકવી નાખી કરેલા ટુકડા), સૂકવેલાં ગળ્યાં, મસલાવાળાં ચટાકેદાર આમળાં અને મીઠી-તીખી આંબલી એ મોટા ભાગની સ્ત્રીઓનો મનપસંદ મુખવાસ છે. ચટપટા મુખવાસની શોખીન મહિલા દૈનિક વપરાશમાં મુખવાસ તરીકે ઉપયોગમાં લેવાતાં આંબોળિયાં અને આમળાંની સુકવણી કરે છે અને આખું વર્ષ ચાલે તેટલો તેનો સંગ્રહ કરે છે. શિયાળામાં આમળાં બજારમાં સરળતાથી અને સસ્તા ભાવે મ‌ળી રહે છે, આ જ રીતે  ઉનાળામાં કાચી કેરી પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. સીઝન દરમિયાન વિવિધ ફળો અને વટાણાં, તુવેર, ગુવાર, મેથી, સરગવો જેવાં શાકભાજીની સુકવણી કરવાનું ચલણ આપણે ત્યાં જોવા મળે છે. ફળો અને શાકભાજીને ધોઇને ધાબા પર તડકે સૂકવવામાં સુકવણી કરવામાં આવે છે.  સામાન્ય રીતે સૂકવણી સૂર્યપ્રકાશ હેઠળ કરવામાં આવતી આ સુકવણી  હવે ડિહાઇડ્રેટર જેવા આધુનિક મશીનથી કરવામાં આવે છે. આ રીતે સુકવેલાં શાકભાજી અને ફળોનો ઉપયોગ ઘર વપરાશ માટે અથવા રેસ્ટોરન્ટ અને હોટેલના વપરાશ માટે બારેમાસ કરાય છે. તેથી ડ્રાઇડ વેજિટેબલ્સ અને  ફ્રુટ્સની માર્કેટમાં ઘણી ડિમાન્ડ રહે છે. તમે પણ ઘરે બેઠાં શાકભાજી અને ફળોની સુકવણી કરીને માર્કેટમાં તેનું વેચાણ કરીને કમાણી કરી શકો છો. 

 

માહિતી સહયોગ: હિના શાહ, આઇસેડ

અન્ય સમાચારો પણ છે...