Home » DivyaShree » City Event » Speaker Santosh Nayyar's talk on 'Why Do Entrepreneurship Miss the Bus'

નોકરીમાં ચીફ બનો વર્કર નહીં, અથવા ગૂગલ જેવી પોતાની કંપનીનો ગોલ બનાવો

Divyabhaskar.com | Updated - Apr 20, 2018, 05:52 PM

સ્પીકર સંતોષ નાયરની ‘વાય ડુ આંત્રપ્રિન્યોરશીપ મિસ ધ બસ’ પર ટોક

  • Speaker Santosh Nayyar's talk on 'Why Do Entrepreneurship Miss the Bus'

    દિવ્યશ્રી ડેસ્ક: ‘કંપની બનાવવાનો ઈન્ટેન્શન હોય તો આંત્રપ્રિન્યોર્સની બસ પકડવા માટે અત્યારથી જ નિકળી પડો, નહીંતર કંપનીમાં કામ કરો તો ચીફ બનવાનું વિચારો ચીપ વર્કર નહીં. કેમ કે ત્યાં તમે તમારા સમય અને પૈસાને તમારી ફ્રીડમના હિસાબથી જીવશો, કોઈના નીચે કામ નહીં કરવું પડે, તમારા નીચે લોકો કામ કરશે, તમારી પસંદગીનું કામ કરી શકશો.’ આ શબ્દો છે મોટીવેશનલ સ્પીકર સંતોષ નાયરના. જેમણે સરદારધામ દ્વારા યોજાયેલા પ્રોગ્રામમાં ‘વાય ડુ આંત્રપ્રિન્યોરશિપ મિસ ધ બસ’ વિષય પર ઉપરોક્ત વાત કહીં હતી. આ સિવાય તેમણે અન્ય કેટલીક મહત્વની વાતો પણ બિઝનેસ ક્ષેત્રે જોડાયેલા અને જોડાવા માગતા લોકો માટે

    કરી હતી.

    મોટિવેશનલ સ્પીકર સંતોષ નાયરે આપેલી મહત્વની ટિપ્સ

    • માય ટાઈમ : આંત્રપ્રિન્યોર બનીને તમારી ઓફિસનો ટાઈમ, હોલિડે તમે નક્કી કરી શકશો, જે માટે શિવ પણ તમને નહીં રોકે.
    • ફોકસ : તમારો ગોલ તમારી કંપનીને ગૂગલ જેવી કંપની સુધી લઈ જવાનો હોવો જોઈએ.
    • સ્ટ્રેટર્જી : અત્યારે 2018 છે પરંતુ 2021 તમારું કેવું હશે તેની સ્ટ્રેટર્જી અત્યારે જ બનાવી લો. ફ્યુચરને કેપ્ચર કરો અને ગોલ સુધી પહોંચાડવા માટેની તૈયારી કરો.
    • થ્રાઈવ : બે ટાઈમનું ભોજન મળે તેવો ધંધો ના કરો, વર્લ્ડના જાણીતા બિઝનેસમેન્સ તમને સામેથી મળવા આવે બિઝનેસ ચુઝ કરો.
    • બેટર ટુમોરો : તમારી કંપનીમાં 20 કલાક કામ કરો, કામ એવું કરો કે આવતીકાલે 18 કલાક અને આવનાર દિવસોમાં માત્ર બે ત્રણ કલાક જ કામ કરવું પડે અને તો પણ સંસ્થા ટોચ પર હોય તેવું વિચારો.
    • ફ્રીડમ ફોર કોમોડીટાઈઝેશન : પ્રતિસ્પર્ધીની વસ્તુની કિંમત 10 છે તો તમે 9 રૂપિયે આપવાનું ના વિચારો. પરંતુ એ જ પ્રોડક્ટની ગુણવત્તા એવી હોવી જોઈએ કે લોકો 12 રૂપિયે પણ તમારી જ વસ્તુ ખરીદે.
    • ક્રિએટ વેલ્થ : બિઝનેસમેનના ઘરે હેલિકોપ્ટર હશે પરંતુ બે રૂપિયાનું એક ગુલાબજાંબુ નહીં ખાઈ શકે, કારણ હેલ્થ પર ધ્યાન નથી રહેતું જેથી બિઝનેસમેન બન્યા પછી પણ હેલ્થ ઈઝ વેલ્થને ના ભૂલો.
    • કોઝ : એવી સંસ્થા બનાવો જે એકમાંથી અનેક બને અને તેની ઈન્કમ ડબલની ટ્રીપલ થાય તમે નિકળી જાઓ તો પણ તેની વેલ્યૂ ડબલ હોય, તમે ના હોવ તો પણ તમારા આદર્શો પર ચાલે તેવી સંસ્થાનું નિર્માણ કરો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DivyaShree

Trending

વીડિયો વધુ જુઓ