ગણેશજીનું વાહન ઉંદર શા માટે છે?

આની પાછળ ગણેશજી અને ગજમુખાસૂર વચ્ચેના યુદ્ધની કથા જોડાયેલી છે.

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 03:05 PM
Why does Lord Ganesh have a mouse

ધર્મ ડેસ્ક: ઉંદર ભગવાન ગણેશનું વાહન છે. શિવપુરાણમાં પણ ગણેશે ઉંદર ઉપર સવાર થઈ શંકર-પાર્વતીની પરિક્રમા કર્યાનો પ્રસંગ આવે છે.


પદ્મપુરાણમાં કહેવાયું છે...

मूषकोत्तममारुह्यï देवासुरमहाहवे।
योद्धुकामं महाबाहुं वन्देऽहं गणनायकम्॥
पद्मपुराण, सृष्टिखंड 66/4


અર્થ- ઉત્તમ ઉંદર ઉપર બિરાજમાન દેવ-અસૂરોમાં શ્રેષ્ઠ, તેમજ યુદ્ધમાં મહાબળશાળી ગણોના અધિપતિ શ્રીગણેશને પ્રણામ.


ગણેજીનું વાહન ઉંદર હોવા પાછળની પૌરાણિક કથા: ગજમુખાસૂર નામના દૈત્યએ પોતાની તાકાતથી બધા દેવતાઓને પરેશાન કર્યા હતા. બધા દેવતાઓ ભેગા મળીને ગણેશ પાસે આવ્યા. બધા દેવતાઓની આજીજી સાંભળી ગણેશજીએ તેઓને ગજમુખાસૂરથી મુક્તિ અપાવવાનું વચન આપ્યું. ગણેશજી અને ગજમુખાસૂર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં ગણેશજીનો એક દાંત તૂટી ગયો.

આ સમયે ગણેશજી ક્રોઘે ભરાયા અને તૂટેલા દાંતથી તેઓએ ગજમુખાસૂર પર એવો પ્રહાર કર્યો કે તે ગભરાઈને ઉંદર બનીને ભાગવા લાગ્યા. પરંતુ ગણેશજીએ તેને પકડી લીધો. ગજમુખાસૂર મૃત્યુના ડરથી ક્ષમા યાચના કરવા લાગ્યો. ત્યારે ગણેશજીએ ઉંદરના રૂપમાં જે તેને પોતાનું વાહન બનાવી લીધો.


બીજી પૌરાણકિ કથા: રાજા ઈન્દ્રના દરબારમાં ક્રોંચ નામનો ગંધર્વ હતો. એક સમયે ઈંદ્ર કોઈ ગંભીર વિષયને લઈને ચર્ચા કરતા હતા. આ સમયે ક્રોંચ બીજા જ વિચારોમાં ડૂબેલો હતો. તે અપ્સરાઓ સાથે હસી મજાક કરી રહ્યો હતો. ઈંદ્રનું ધ્યાન પડતાં જ તેણે ક્રોંચને ઉંદર બનવાનો શ્રાપ આપ્યો. ઉંદર બનવા છતા ક્રોંચે પોતાનો સ્વભાવ છોડ્યો નહીં. એક બળવાન ઉંદર બનીને તે સીધો પરાશર ઋષિના આશ્રમમાં પડ્યો. ત્યાં તેણે ભયંકર ઉત્પાત મચાવ્યો.

આશ્રમમાં માટીના વાસણો તોડી બધું અનાજ ખાઈ ગયો. ત્યાંના બગીચાઓને વેર વિખેર કરી નાંખ્યા. ઋષિઓના તમામ વસ્ત્રો તોડી નાખ્યા. પરાશર ઋષિ દુ:ખી થઈ ગણેશજીના શરણમાં ગયા. ગણેશજીએ પરાશર ઋષિને કહ્યું કે હું તે ઉંદરને મારું વાહન બનાવી લઈશ.

ગણેશજીએ આ ક્રોંચ તરફ પોતાનો પ્રહાર કર્યો. ડરનો માર્યો ક્રોંચ પાતાળ લોકમાં જતો રહ્યો. પણ તેને ત્યાંથી બહાર કઢાયો. તે ગભરાઈ ગયો અને ગણેશજીની આરાધના શરૂ કરી દીધી. ક્રોંચ પોતના પ્રાણની ભીખ માંગવા લાગ્યો. ગણેશજીએ તેને ક્ષમા કરી પોતાનું વાહન બનાવી લીધું.

ગણેશ ચોથ વ્રત વિધિ: મહત્વ અને વ્રત કથા

X
Why does Lord Ganesh have a mouse
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App