કાંડા પર મોલી બાંધવાથી મળે છે ત્રિદેવ અને ત્રિદેવીઓ કૃપા, મળે છે પ્રસિદ્ધિ, બળ સાથે જ નષ્ટ થાય છે બુરાઇઓ

Benefits Of Lal Dhaga In Hand, Lal Dhaga And Mythology

Divyabhaskar.com

Sep 07, 2018, 07:59 PM IST

ધર્મ ડેસ્કઃ પૂજા-પાઠ કરતી વખતે કાંડા પર લાલ દોરો બાંધવાની પરંપરા છે. આ લાલ દોરાને મોલી અથવા રક્ષાસૂત્ર કહેવામાં આવે છે. તેના વિના પૂજા પૂરી નથી માનવામાં આવતી. જ્યારે પણ કાંડા પર આ દોરો બંધાવો ત્યારે તમારા ઈષ્ટદેવના મંત્રોના જાપ કરવા જોઈએ. જો તમે ઈચ્છો તો ऊँ गं गणपतयै नम: મંત્રના 108 વખત જાપ પણ કરી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે અને આ દોરો આપણને અનેક બીમારીઓથી પણ બચાવી શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ જાણો આ પરંપરા સાથે જોડાયેલી ખાસ વાતો.

મોલી બાંધવાથી દૂર થાય છે ત્રિદોષ


- પં. મનીષ શર્મા મુજબ કાંડા પર મોલી ત્યાં બાંધવામાં આવે છે જ્યાં આયુર્વેદના જાણકાર વૈદ્ય પલ્સ ચેક કરીને બીમારીની તપાસ કરે છે.

- આ જગ્યાએ મોલી બાંધવાથી પલ્સ પર દબાણ બન્યો રહે છે અને આપણે ત્રિદોષોથી બચી શકીએ છીએ. આ દોરાથી ત્રિદોષ એટલે કે કફ, વાત અને પિત્ત સાથે સંબંધિત રોગ પર નિયંત્રણ લગાવી શકાય છે.

આ દોરો બાંધવાથી ત્રિદેવ અને ત્રણેય દેવીઓની કૃપા મળે છે.


- કોઈ પણ દેવી-દેવતાઓની પૂજામાં પંડિત આપણાં હાથ પર મોલી જરૂર બાંધે છે. આ સંબંધમાં માન્યતા છે કે આ દોરો બાંધવાથી ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સાથે જ ત્રણેય દેવીઓ લક્ષ્મી, દુર્ગા અને સરસ્વતીની કૃપા પણ મળે છે.

બ્રહ્માની કૃપાથી પ્રસિદ્ધિ, વિષ્ણુથી બળ મળે છે. શિવજીની કૃપાથી બુરાઇઓ દૂર થાય છે. એવી જ રીતે લક્ષ્મીથી ધન, દુર્ગાથઈ શક્તિ અને સરસ્વતીની કૃપાથી બુદ્ધિ મળે છે.

પ્રાચીન સમયથી ચાલી આવે છે આ પ્રથા


- મોલીનો શાબ્દિક અર્થ છે સૌથી ઉપર, તેનો અર્થ માથા સાથે પણ છે. શંકર ભગવાનના માથા પર ચંદ્ર બિરાજમાન છે, એટલે શિવજીને ચંદ્રમોલિશ્વર પણ કહેવામાં આવે છે.

- મોલી બાંધવાની પ્રથના ત્યારથી ચાલી રહી છે જ્યારથી દાનવીર રાજા બલિની અમરતા માટે વામન ભગવાને તેમના કાંડા પર રક્ષાસૂત્ર બાંધ્યો હતો.

આ પણ વાંચોઃ- મોઢું ધોયા વિના ચા પીવી, એંઠાં મોઢે અને સ્નાન કર્યા વિના દેવી-દેવતાઓની મૂર્તિને સ્પર્શ કરવાથી વધી શકે છે દુર્ભાગ્ય

X
Benefits Of Lal Dhaga In Hand, Lal Dhaga And Mythology
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી