કઠોર શ્રમ પછી સફળતા મળે ત્યારે આપણે પોતાના વખાણ શરૂ ન કરવા જોઈએ, આપણી ઉપલબ્ધિ બીજા લોકો કહે ત્યારે તે સફળતા સાર્થક ગણાશે

જ્યારે પણ આપણને સફળતા મળે છે તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

Dharm Desk

Dharm Desk

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 05:17 PM
life management tips according to Ramayana

ધર્મ ડેસ્ક અમદાવાદઃ શ્રીરામચરિત માનસના સુંદરકાંડમાં હનુમાનજીએ આપણને બતાવ્યું છે કે સફળ થઈએ ત્યારે આપણે થોડા શાંત થઈ જવું જોઈએ. આપણી સફળતાના વખાણ કોઈ બીજું કરશે તો સફળતા વધુ મોટી થઈ જાય છે.

જામવંતે સંભળાવી હનુમાનજીની સફળતાની ગાથા-

લંકા બાળીને અને સીતાને સંદેશો આપ્યા પછી તેમમું રામજી તરફ પાછું ફરવું સફળતાની ચરમ સીમા હતી. તેઓ ઈચ્છતા તો પોતાના આ કામને પોતે જ શ્રીરામની સામે રજૂ કરી શકતા હતી. જેવું આપણા લોકો સાથે થાય છે કે , આપણે આપણી સફળતાની કહાની પોતે જ બીજાને સંભળાવીએ છીએ. પરંતુ હનુમાનજી જે કરીને આવ્યા, તેની ગાથા શ્રીરામને જામવંતને સંભળાવી.

તુલસીદાસજીએ લખ્યું છે કે-

नाथ पवनसुत कीन्हि जो करनी।
सहसहुं मुख न जाइ सो बरनी।।
पवनतनय के चरित्र सुहाए।
जामवंत रघुपतिहि सुनाए।।


જામવંત શ્રીરામને કહે છે કે હે નાથ! પવનપુત્ર હનુમાનજીએ જે કામ કર્યું તે હજાર મુખોથી પણ વર્ણન ન કરી શકાય તેવું છે. ત્યારે જામવંતે હનુમાનજીના સુંદર ચરિત્ર(કાર્ય) શ્રીરઘુનાથજીને સંભળાવ્યું.

सुनत कृपानिधि मन अति भाए।
पुनि हनुमान हरषि हियं लाए।।

સફળથાની ગાથા સંભળાવી ત્યારે શ્રીરામચંદ્રના મનને હનુમાનજી ખૂબ જ સારા લાગ્યા. તેમને હર્ષિત થઈને હનુમાનજીને ફરીથી છાતીએ લગાવી દીધા. પરમાત્માના હૃદયમાં સ્થાન મળી જવું પોતાના પ્રયાસોનો સૌથી મોટો પુરસ્કાર છે.

જો આપણે પણ સફળ થયા પછી શાંત થઈ જઈએ અને આપણી સફળતાની કથા કોઈ બીજું સંભળાવે તે આપણી સફળતા વધુ મોટી બની જાય છે.

X
life management tips according to Ramayana
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App