સારી આદતો જ સ્વર્ગના સમાન છે અને ખરાબ આદતો જ નરક છે, બધા લોકોએ સારા કામ કરવા જોઈએ, પરંતુ દેખાવો ન કરવો જોઈએ

Mahabharata's Life Management, Learning of Mahabharata, How to Find Success

Divyabhaskar.com

Dec 06, 2018, 12:27 PM IST

ધર્મ ડેસ્કઃ- મહાભારતને શાસ્ત્રોમાં પાંચમો વેદ કહેવામાં આવે છે. તેના રચયિતા મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ છે. આજે અમે તમને મહાભારતની એવી 8 નીતિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જો તમે ધ્યાન રાખશો તો જીવનમાં આવતી પરેશાનીઓનો ઉકેલ ખૂબ જ સરળતાથી લાવી શકશો અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ સફળતા મેળવી શકશો.

- ધર્મમાં આસ્થા ન રાખનાર અને સજ્જન અથવા જ્ઞાની વ્યક્તિની મજાક કરનાર લોકોનો જલદી જ વિનાશ થાય છે. (મહાભારત, વનપર્વ)

- જૂઠ બોલવું અથવા જૂઠનો સાથ આપવો એક એવું અજ્ઞાન છે, જેમાં ડૂબેલા વ્યક્તિ ક્યારેય પણ સાચું જ્ઞાન અથવા સફળતા નથી મેળવી શકતા. (મહાભારત, શાંતિપર્વ)

- ધરતી પર સારું જ્ઞાન અથવા શિક્ષા જ સ્વર્ગ છે અને ખરાબ આદતો અથવા અજ્ઞાન જ નરક છે. (મહાભારત, શાંતિપર્વ)

- મોહ અથવા લાલચથી મનુષ્યને મૃત્યુ અને સત્યથી લાંબી ઉંમર અને સુખી જીવન મળે છે. (મહાભારત, શાંતિપર્વ)

- જે કામ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય અથવા બીજાનું ભલું થાય, તેને કરવામાં મોડું ન કરવું જોઈએ. જે પળ એ કામ કરવાનો વિચાર મનમાં આવે, એ જ પળે તેને શરૂ કરી દેવું જોઈએ. (મહાભારત, શાંતિપર્વ)

- પુણ્ય કર્મ જરૂર કરવા જોઈએ, પરંતુ તેનો દેખાવો જરાય ન કરવો જોઈએ. જે મનુષ્ય લોકોની વચ્ચે પ્રશંસા મેળવવા માટે અથવા દેખાવો કરવાના ઉદ્દેશ્યથી પુણ્ય કર્મ કરે છે, તેને તેનું શુભ ફળ ક્યારેય નથી મળતું. (મહાભારત, અનુશાસનપર્વ)

- બધા લોકોની સાથે એકસરખો વ્યવહાર કરનાર વ્યક્તિ અને બીજાના પ્રત્યે મનમાં દયા અને પ્રેમ ભાવના રાખનાર મનુષ્ય જીવનમાં તમામ સુખ મેળવે છે. (મહાભારત, વનપર્વ)

- પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં રાખનાર મનુષ્યને જીવનમાં કોઈ પણ પ્રકારના કષ્ટનો સામનો નથી કરવો પડતો. આવા મનુષ્યના મનમાં બીજાનું ધન જોઈને પણ ઈર્ષ્યા જેવી ભાવનાઓ નથી આવતી. (મહાભારત, વનપર્વ)


આ પણ વાંચોઃ- કાગડાએ જ્યારે હંસને જોયો તો તેને લાગ્યું આ જ સૌથી સુંદર પક્ષી છે, હંસે કહ્યું સૌથી સુંદર પક્ષી તો પોપટ છે, પોપટે મોરને બતાવ્યું સૌથી સુંદર પક્ષી અને જ્યારે કાગડાએ મોરને પૂછ્યું તો તેણે શું કહ્યું?

X
Mahabharata's Life Management, Learning of Mahabharata, How to Find Success
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી