ગાંધારીએ શ્રીકૃષ્ણને આપ્યો હતો શાપ, અર્જુને કર્યું હતું શ્રીકૃષ્ણના યદુવંશ માટે શ્રાદ્વ, મહાભારત યુદ્વ બાદ બની હતી આ 4 મોટી ઘટનાઓ

પાંડવાઓએ કૌરવોને હરાવી દીધા બાદ શું-શું થયું હતું

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 04:21 PM
What Happened After The Mahabharata War

ધર્મ ડેસ્ક: મહાભારત યુદ્વમાં જ્યારે દુર્યોધન ભીમના હાથે માર્યો ગયો ત્યારે પાંડવોની જીત થઈ હતી. ત્યાર બાદ યુધિષ્ઠિરનું રાજતિલક થઈ રહ્યું હતું ત્યારે દુર્યોધનની માતા ગાંધારીએ શ્રીકૃષ્ણને શાપ આપ્યો હતો કે તમારા લીધે જેવી રીતે કૌરવવંશનો નાશ થયો છે, એવી જ રીતે તમારા યદુવંશનો પણ નાશ થઈ જશે. શ્રીકૃષ્ણે ગાંધારીના આ શાપનો સ્વીકાર કર્યો અને ફરી પોતાના નગર દ્વારકા પહોંચી ગયા હતા. જ્યાં થોડા સમય પછી જ યદુવંશના તમામ વીરો મદિરાપાનના નશામાં અંદરો-અંદર લડીને મૃત્યું પામ્યા હતા. આ રીતે યદુવંશનો નાશ થયો હતો.

જાણો મહાભારત યુદ્ધ બાદ બનેલી 4 ખાસ ઘટનાઓ વિશે...

1. બલરામનું સ્વલોક ગમન

યદુવંશના નાશ બાદ શ્રીકૃષ્ણના જયેષ્ઠ ભાઈ બલરામ સમુદ્ધ કિનારે બેસી ગયા હતા અને એકાગ્રચિત્ત થઈને પરમાત્મામાં લીન થઈ ગયા હતા. આ રીતે શેષનાગના અવતાર બલરામે દેહનો ત્યાગ કરી સ્વધામ પરત ફર્યા હતા.

2. પારધીનું તીર શ્રીકૃષ્ણના પગની પાનીમાં વાગ્યું

બલરામના સ્વધામ પરત ફર્યા બાદ શ્રીકૃષ્ણ એક પીપળાના ઝાડ નીચે ધ્યાનની મુદ્રામાં બેઠા હતા. આ સમયે ત્યાં જરા નામનો એક શિકારી આવ્યો હતો અને તે હરણનો શિકાર કરવા માંગતો હતો. જરાને દૂરથી હરણના મોઢાં સમાન શ્રીકૃષ્ણના પગની પાની દેખાણી. પારધીએ કોઈ પણ વિચાર કર્યા વગર ત્યાંથી એક તીર છોડ્યું જે શ્રીકૃષ્ણના પગની પાનીમાં જઈને લાગ્યું હતું. પારધી નજીક ગયો તો તેણે જોયું કે તેણે શ્રીકૃષ્ણના પગમાં તીર મારી દીધું છે. ત્યાર બાદ તેને ખૂબ જ પ્રાશ્ચિત થયો અને તે ક્ષમાયાચના કરવા લાગ્યો હતો. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે તુ ડરીશ નહીં, તે મારા મનનું કામ કર્યું છે. હવે તુ મારી આજ્ઞાથી સ્વર્ગલોક પ્રાપ્ત કરીશ.

3. શ્રીકૃષ્ણે દારુકને આપ્યો સંદેશ

પારધીના ગયા બાદ ત્યાં શ્રીકૃષ્ણનો સારથી દારુક પહોંચ્યો હતો. દારુકને જોઈને શ્રીકૃષ્ણે કહ્યું કે તે દ્વારકા જઈને તમામ લોકોને એ સંદેશ આપે કે આખો યદુવંશ નષ્ટ થઈ ગયો છે અને બલરામ સાથે કૃષ્ણ પણ સ્વધામ પરત ફર્યા છે. એટલે તમામ લોકો દ્વારકા છોડી દો, કેમ કે આ નગરી હવે જળમગ્ન થવાની છે. મારા માતા, પિતા અને તમામ પ્રિયજન ઈન્દ્રપ્રસ્થ ચાલ્યા જાય. શ્રીકૃષ્ણનો આ સંદેશ લઈને દારુક ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ આ ક્ષેત્રમાં તમામ દેવતા અને સ્વર્ગની અપ્સરાઓ, યક્ષ, કિન્નર, ગંધર્વ વગેરે આવ્યા અને તેમણે શ્રીકૃષ્ણની આરાધના કરી. આરાધના બાદ શ્રીકૃષ્ણે પોતાના નેત્ર બંધ કર્યા અને તે સશરીર જ પોતાના ધામ પરત ફર્યા હતા.

4. અર્જુને કર્યું પિંડદાન અને શ્રાદ્ધ

શ્રીમદ ભાગવત અનુસાર જ્યારે શ્રીકૃષ્ણ અને બલરામના સ્વધામગમનની સૂચના તેમના પ્રિયજનો સુધી પહોંચી તો તેમણે પણ દુ:ખથી પ્રાણ ત્યાગી દીધા હતા. દેવકી, રોહિણી, વસુદેવ, બલરામની પત્નીઓ અને શ્રીકૃષ્ણની પટરાણીઓ તમામે શરીર ત્યાગી દીધા હતા. ત્યાર બાદ અર્જુને યદુવંશની નિમિત્ત પિંડદાન અને શ્રાદ્ધ વગેરે વિધી પૂરી કરી હતી.

આ વિધિ બાદ યદુવંશના બચેલા લોકોને લઈને અર્જુન ઈંદ્રપ્રસ્થ પરત ફર્યો હતો. ત્યાર બાદ શ્રીકૃષ્ણને નિવાસસ્થાનને છોડીને બાકીની દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ હતી. શ્રીકૃષ્ણના સ્વધામ પરત ફરવાની સૂચના મળ્યા પછી તમામ પાંડવોએ પણ હિમાલય તરફ યાત્રાનો પ્રારંભ કરી દીધો હતો. આ યાત્રામાં જ એક-એક કરીને પાંડવ પણ શરીરનો ત્યાગ કરતા ગયા હતા. છેલ્લે યુધિષ્ઠિરનું શરીર સ્વર્ગમાં પહોંચ્યું હતું.

X
What Happened After The Mahabharata War
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App