તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાભારત: હિરણ્ય ધનુ નામના નિષાદના પુત્ર હતા એકલવ્ય, કૂતરાના ભસવાથી નુકસાન વગર બાણથી બંધ કર્યું હતું તેનું મોં, આ જોઈ દંગ રહી ગયા હતા દ્રોણાચાર્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શું થયું આ ઘટના બાદ, કેવું રહ્યું એકલવ્યનું જીવન - Divya Bhaskar
શું થયું આ ઘટના બાદ, કેવું રહ્યું એકલવ્યનું જીવન

 

ધર્મ ડેસ્ક: મહાભારતમાં ગુરૂ દ્રાણાચાર્યને તેમના શિષ્ય અર્જુન પ્રત્યે ખાસ લાગણી હતી અને તેઓ અર્જુનને ધનુર્વિદ્યામાં સર્વશ્રેષ્ઠ બનાવવા ઇચ્છતા હતા. આ સમયે એકલવ્ય પણ દ્રોણાચાર્ય પાસે ધનુર્વિદ્યા શીખવા ઇચ્છતા હતા. એકલવ્ય હિરણ્ય ધનુ નામના નિષાદના પુત્ર હતો. આ ગુરૂ દ્રોણે તેને જ્ઞાન આપવાની ના પાડી દીધી. ત્યારે એકલવ્યએ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી અને આ મૂર્તિને જ પોતાના ગુરૂ માની ધનુર્વિદ્યાનો અભ્યાસ શરૂ કર્યો. સતત અભ્યાસથી તે ધનુર્વિદ્યામાં પારંગત થઈ ગયો. ઉજ્જૈનના જ્યોતિષાર્ચ અને ભાગવત કથાકાર પં. મનીષ શર્મા જણાવી રહ્યા છે એકલવ્ય સાથે જોડાયેલ કેટલીક મહત્વની વાતો...


અર્જુનને શ્રેષ્ઠ બનાવવા દ્રોણાચાર્યે માંગી લીધો એકલવ્યનો અંગૂઠો

 

- જે વનમાં એકલવ્ય અભ્યાસ કરતો હતો, એ જ વનમાં એક દિવસ પાંડવ અને કૌરવ રાજકુમારો ગુરૂ દ્રોણ સાથે શિકાર માટે પહોંચ્યા. રાજકુમારોનો કૂતરો એકલવ્યના આશ્રમે પહોંચ્યો અને ભસવા લાગ્યો. કૂતરાના ભસવાથી એકલવ્યના અભ્યાસમાં વિક્ષેપ પડી રહ્યો હતો. જેના કારણે તેણે કૂતરાનું મોં બાણથી બંધ કરી દીધું. 


- એકલવ્યએ એટલી કુશળતાથી બાણ ચલાવ્યાં હતાં કે કૂતરાને જરા પણ વાગ્યું નહોંતું. જ્યારે આ કૂતરો પાછો ગુરૂ દ્રોણાચાર્ય પાસે પહોંચ્યો તો, ધનુર્વિદ્યાનું આ કૌશલ જોઇને દંગ રહી ગયા. 


- એટલે દ્રોણાચાર્ય બાણ ચલાવનારને શોધતા-શોધતા એકલવ્ય પાસે પહોંચી ગયા. જ્યારે ગુરૂ દ્રોણને આભાસ થયો કે એકલવ્ય તેમના પ્રિય શિષ્ય અર્જુન કરતાં પણ શ્રેષ્ઠ બની શકે છે, ત્યારે તેમણે ગુરૂ દક્ષિણામાં એકલવ્યનો અંગૂઠો માંગી લીધો અને એકલવ્યએ તેનો અંગૂઠો કાપીને ગુરૂને આપી દીધો.

 

શું થયું આ ઘટના બાદ, કેવું રહ્યું એકલવ્યનું જીવન


- એકલવ્યએ પિતા શ્રુંગવેર રાજ્યના રાજા હતા, જેમના મૃત્યુ બાદ એકલવ્ય એ રાજ્યના રાજા બન્યા. એકલવ્યએ નિષાદ ભીલોની અને સશક્ત સેના બનાવી અને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. 


- પ્રચલિત કથાઓ અનુસાર એકલવ્ય શ્રીકૃષ્ણને  માનનાર જરાસંધ સાથે મળી ગયા હતા. જરાસંધની સેના દ્વારા તેણે મથુરા પર આક્રમણ પણ કર્યું. એકલવ્યએ યાદવ સેનાના મોટાભાગના યોદ્ધાઓને મારી નાખ્યા. જ્યારે આ સૂચના શ્રીકૃષ્ણ પાસે પહોંચી તો, તેઓ યુદ્ધ કરવા આવ્યા. શ્રીકૃષ્ણ જાણતા હતા કે, જો એકલવ્યને ન માર્યો તો, મહાભારતના યુદ્ધમાં તે કૌરવ સેના તરફથી લડશે પાંડવોની મુશ્કેલીઓ વધારી શકે છે. 


- શ્રીકૃષ્ણ અને એકલવ્ય વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં એકલવ્યનું મૃત્યુ થાય છે.


- એકલવ્યના વધ બાદ તેનો પુત્ર કેતુમાન રાજા બને છે. મહાભારતના યુદ્ધમાં કેતુમાન કૌરવ સેના તરફથી પાંડવો સામે લડે છે અને ભીમના હાથે મૃત્યુ પામે છે. 

 

ઘરમાં કે દુકાનમાં રાખો લાફિંગ બુદ્ધાની યોગ્ય મૂર્તિ તો બચી શકો છો ધનના નુકસાનથી, જો સ્ટ્રેસ રહેતો હોય તો રાખો મેડિટેશન કરતા બુદ્ધાની મૂર્તિ