ઉમિયા માતા મંદિર, ઊંઝા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈ.સ. 156 સંવત-212માં રાજા વ્રજપાલસિંહજીએ મા મંદિરનું નિર્માણ કરાવ્યું. - Divya Bhaskar
ઈ.સ. 156 સંવત-212માં રાજા વ્રજપાલસિંહજીએ મા મંદિરનું નિર્માણ કરાવ્યું.

ધાર્મિક માહાત્મ્યઃ ઈ.સ. 156 સંવત-212માં રાજા વ્રજપાલસિંહજીએ મા મંદિરનું નિર્માણ કરાવ્યું. ત્યારથી કડવા પાટીદાર સમુદાયના કુળદેવી ઉમિયા માતાનું અહીં નિત્ય પૂજન થાય છે.

 

ઐતિહાસિક માહાત્મ્યઃ મૂળ મધ્ય એશિયાથી આવેલા આર્યો પંજાબ અને રાજસ્થાન થઈ ઈ.સ. પૂર્વે 1250થી 1200ના સમયગાળામાં ગુજરાત આવી વસ્યા અને પાટીદાર તરીકે ઓળખાયા. શ્રી મા ઉમિયા એ આદ્યશક્તિ જગતજનની છે તથા કડવા પાટીદારોની કુળદેવી છે.

 

ઈ.સ. 156 સંવત-212માં રાજા વ્રજપાલસિંહજીએ મંદિરનું નિર્માણ કરાવ્યું. રાજા અવનીપતે સવા લાખ શ્રીફળના હોમ સાથે કૂવા બનાવી ઘી ભરી હોમ કરી મોટો યજ્ઞ કર્યો. વિ. સંવત 1122/24માં વેગડા ગામીએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. હાલમાં મોલ્લોત વિભાગમાં જ્યાં શેષશાયી ભગવાનની જગ્યા છે ત્યાં તે મંદિર હતું.

 

મોલ્લોતોના મોટા મઢમાં જે ગોખ છે તે જ માતાજીનું મૂળ સ્થાન છે. વિ. સંવત 1943 અથવા ઈ.સ. હાલમાં જે મંદિર જોવા મળે છે તે પ્રારંભમાં 1887માં શ્રી રામચંદ્ર માનસુખલાલે ત્યારબાદ સવ બહાદુર બેચરદાસ અંબાઈદાસ લશ્કરીએ બાંધ્યું. જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે ફાળો આપ્યો હતો. હાલના મંદિરનું વાસ્તુપૂજન 6 ફેબ્રુઆરી, 1887ના રોજ યોજાયું.

 

જેમાં ગાયકવાડ સરકારના પ્રતિનિધિએ હાજર રહીને માતાજીને કિંમતી પોશાક ભેટ આપ્યો હતો. ઈ.સ.1895માં માન સરોવર બંધાયું. આસો નવરાત્રીમાં મંદિરના ચાચરચોકમાં નવે દિવસ રાસ-ગરબા યોજાય છે. આ દિવસોમાં મા ઉમિયાના ધામમાં ઉપવાસ, અનુષ્ઠાન, ષોડષોપચાર પૂજા, ચંદીપાઠ, ભવ્ય પલ્લી અને આતશબાજીનો લ્હાવો લેવા જેવો હોય છે.


આરતીનો સમયઃ સવારે 6.15 મંગળા, સવારે 11.30 રાજભોગ, સાંજે 7.15 સંધ્યા, રાત્રે 9.30 શયન 

 

દર્શનનો સમયઃ સવારે 6:00થી બપોરે 12.00, સાંજે 4.00થી 9.30

અન્ય સમાચારો પણ છે...