યુધિષ્ઠિરની એક ભૂલનું પરિણામ ભોગવવું પડ્યું આખા પરિવારને, 12 વર્ષનો વનવાસ પણ ભોગવ્યો અને રાજ્ય પણ છીનવાઇ ગયું

mahabharat stories yudhisthir's gamble with duryodhana pandavas and mahabharat

Divyabhaskar.com

Dec 06, 2018, 01:26 PM IST

ધર્મ ડેસ્કઃ- આજકાલ પરિવારમાં સામંજસ્ય બેસાડવો સૌથી મોટો પડકાર છે કારણ કે ક્યાંક પિતા-પુત્રમાં નથી બનતું તો ક્યાંક ભાઈ-ભાઈની વાત નથી સાંભળતો. પરિવારના સભ્યોમાં સામંજસ્ય ન બેસી શકવાના અનેક કારણો હોય શકે છે. જેમ કે - એકબીજા સાથે વિચારો ન મળવા, પરિવારની જવાબદારીઓને લઈને મતભેદ, જનરેશન ગેપ વગેરે. આવા કિસ્સાઓમાં છેલ્લે એક પરિવાર અનેક પરિવારોમાં વેંચાઇ જાય છે. તેની અસર આવનારી પેઢી પર પડે છે. બાળકો સંયુક્ત પરિવારના પ્રેમથી વંચિત રહી જાય છે. જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો પરિવારમાં સામંજસ્ય બનાવી શકાય છે. આ સૂત્ર નીચે જણાવ્યા મુજબ છે -

યુધિષ્ઠિરની એક ભૂલ ભારે પડી પાંડવો પર

ઘરનો મુખિયા માત્ર પરિવાર જ નથી ચલાવતો, તેના કર્મો પર જ પરિવારનું ભવિષ્ય ટકેલું હોય છે. મુખિયાનો એક ખોટો નિર્ણય પરિસ્થિતિઓને સંપૂર્ણપણે વિપરીત કરી શકે છે. પરિવારનો મુખિયા લાઇનમાં ઊભા પહેલા વ્યક્તિની જેમ હોય છે. જે જેમ ઊભો હોય છે, લાઇનમાં બાકી લોકો પણ એવી જ રીતે ઊભા રહે છે. જો તમે લાઇનમાં પહેલા ઊભા છો તો સાવધાન થઈ જાઓ. પરિવાર ચલાવવો પણ આવું જ કામ છે.

યુધિષ્ઠિર પરિવારનો મુખિયા હતો. મહાભારતમાં તેને ધર્મરાજ પણ કહેવામાં આવ્યો છે. જેનો અર્થ છે કે તે ધર્મનું વિશેષ જ્ઞાન રાખે છે, પરંતુ તેના પછી પણ તેણે એક ખૂબ મોટી ભૂલ કરી દીધી, જેના કારણે પાંડવોને વનવાસ જવું પડ્યું અને દુખ ભોગવવું પડ્યું. જુગાર રમવાની આદત માત્ર યુધિષ્ઠિરની જ હતી. દુર્યોધન સાથે જુગાર પણ તેણે એકલા જ રમ્યો, પરંતુ પરિણામ બધાએ ભોગવવું પડ્યું. દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ ગયું. પાંચેય ભાઈઓને વનમાં જવું પડ્યું. રાજપાઠ છીનવાઇ ગયો. સુંદરનગર ઇન્દ્રપ્રસ્થ પણ દુર્યોધને જીતી લીધું.

કર્મ માત્ર એક જ ખોટો હતો જુગાર. યુધિષ્ઠિર જો જુગાર ન રમતો તો કદાચ આટલું અપમાનિત ન થવું પડતું. જો તમે પરિવારના મુખિયા છો તો તમારી જવાબદારી પણ વધુ છે. નિજ આનંદ, નિજ સ્વાર્થ માટે કોઈ આવું કામ ન કરો, જેનું પરિણામ સંપૂર્ણ પરિવારને ભોગવવું પડે. જ્યારે પણ કોઈ નિર્ણય લો તો એવું સમજી વિચારીને કરો કે તેનું પરિણામ તમારા સંપૂર્ણ પરિવારને ભોગવવું પડી શકે છે. ક્યારેય પણ માત્ર પોતાના શોખ અથવા હિત માટે જ કોઈ કામ ન કરો. કાયમ દૂરદ્રષ્ટિનો ઉપયોગ કરો.


આ પણ વાંચોઃ- સારી આદતો જ સ્વર્ગના સમાન છે અને ખરાબ આદતો જ નરક છે, બધા લોકોએ સારા કામ કરવા જોઈએ, પરંતુ દેખાવો ન કરવો જોઈએ

X
mahabharat stories yudhisthir's gamble with duryodhana pandavas and mahabharat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી