ભગવાન કૃષ્ણને પૂજામાં અચૂક ધરાવવી ફૂલ સહિત 3 વસ્તુઓ, સંપૂર્ણ ફળ આપવાની સાથે શીખવાડે છે જીવન જીવવાની કળા

ભગવાન શ્રીકૃષ્ણએ જાતે જ જણાવ્યું છે પૂજામાં કઈ ત્રણ વસ્તુઓ અચૂક ચઢાવવી જોઇએ

Dharm Desk | Updated - Sep 08, 2018, 05:25 PM
પૂજામાં ઉપયોગમાં લેવાતાં ફૂલ, ભોગ, ચોખા, દીવો વગેરેથી કોઇને કોઇ ગુણ શીખવા જોઇએ
પૂજામાં ઉપયોગમાં લેવાતાં ફૂલ, ભોગ, ચોખા, દીવો વગેરેથી કોઇને કોઇ ગુણ શીખવા જોઇએ

ધર્મ ડેસ્ક: ભાગવત મહાપુરાણ દુનિયાના એ જાણીતા ધર્મગ્રંથોમાંનો એક છે, જેને સૌથી વધુ વાંચવામાં આવે છે અને ફોલો કરવામાં આવે છે. ભાગવત ભગવાન કૃષ્ણની લીલાઓનો ગ્રંથ છે, જેમાં ભગવાન વિષ્ણુના બધા જ 24 અવતારો વિશે જણાવવામાં આવ્યું છે. ભાગવતના મુખ્ય પાત્ર ભગવાન કૃષ્ણ છે. વૈષ્ણવ મતમાં ભગવાન કૃષ્ણની જ સૌથી વધુ પૂજા કરવામાં આવે છે. તેમની પૂજામાં જેટલી સાવધાની અને મનોરથ કરવામાં આવે છે, એટલી કોઇજ દેવતાની પૂજામાં નથી કરવામાં આવતી.


શ્રીમદભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને એવી ત્રણ વસ્તુઓ વિશે જણાવ્યું છે, જે તેમને પ્રિય છે. જો કોઇ માણસ પૂરેપૂરી શ્રદ્ધા અને આસ્થાથી રોજ ભગવાનને આ 3 વસ્તુઓ ધરાવે તો તેને તેનું ફળ ચોક્કસથી મળે છે. આમ કરવાર માણસ પર ભગવાન જલદી પ્રસન્ન થાય છે અને તેની ઇચ્છાઓ બને એટલી જલદી પૂરી કરે છે. જાણો શ્રીમદભાગવદ ગીતામાં જણાવેલ આ 3 વસ્તુઓ વિશે..


શ્લોક

पत्रं पुष्पं फलं तोयं यो में भक्या प्रयच्छति।

तदहं भक्त्युपह्रतमश्नामि प्रयतात्मनः।।

પહેલી વસ્તુ- જે વ્યક્તિ ભગવાન શ્રીકૃષ્ણને ભક્તિભાવથી તાજાં અને સુગંધિત ફૂલ ચઢાવે છે તેમના પર શ્રીકૃષ્ણ જલદી પ્રસન્ન થાય છે.


બીજી વસ્તુ- ફૂલની સાથે-સાથે ભગવાન શ્રીકૃષ્ણને તાજાં ફળનો ભોગ ધરાવવો જોઇએ. શ્ર્દ્ધા પૂર્વક તાજાં ફળ ધરાવવાથી ભગવાન તરત જ ગ્રહણ કરી લે છે.

ત્રીજી વસ્તુ- આ બધી જ વસ્તુઓ કોઇ પાત્રમાં ભરી શ્રીકૃષ્ણ સામે જળ પણ રાખવું જોઇએ. આમ કરવાથી શ્રીકૃષ્ણની વિશેષ કૃપા મળી રહે છે.

શું શીખવું આ 3 વસ્તુઓથી


ફૂલ, ફળ અને જળનું મહત્વ જણાવતાં શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે દરેક પૂજામાં ઉપયોગમાં લેવાતાં ફૂલ, ભોગ, ચોખા, દીવો વગેરેથી કોઇને કોઇ ગુણ શીખવા જોઇએ.


ફૂલો પાસેથી શીખો- બીજાંને સુગંધ (ખુશી) પ્રદાન કરતાં ફૂલ જાતે પણ ખીલે છે એટલે પ્રસન્ન રહેવાનો ગુણ.

જળ પાસેથી શીખો- શીતળતા એટલે શાંતિ અને નિર્મળતા એટલે છળ-કપટ રહિત રહેવાનો ગુણ.

ભોગ પાસેથી શીખો- ગળ્યા પ્રસાદની જેમ બીજાનાં મન પણ મિઠાશથી ભરી દેવાનો ગુણ.

તણાવ અને ચિંતામાંથી મુક્તિ અપાવે છે ભગવાન શિવનો આ એક મંત્ર, કરો નિયમિત જાપ

X
પૂજામાં ઉપયોગમાં લેવાતાં ફૂલ, ભોગ, ચોખા, દીવો વગેરેથી કોઇને કોઇ ગુણ શીખવા જોઇએપૂજામાં ઉપયોગમાં લેવાતાં ફૂલ, ભોગ, ચોખા, દીવો વગેરેથી કોઇને કોઇ ગુણ શીખવા જોઇએ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App