Home » Dharm Darshan » Sanskar Sanskriti » special story about kumbh mela 2019

12 હોય છે કુંભ, પૃથ્વી પર થાય છે માત્ર ચાર અને બાકીના આઠ થાય છે દેવલોકમાં

Divyabhaskar.com | Updated - Jan 14, 2019, 04:27 PM

દેવતાઓના બાર દિવસ મનુષ્યોના બાર વર્ષ સમાન હોય છે એટલે કુંભ પણ બાર હોય છે

  • special story about kumbh mela 2019

    ધર્મ ડેસ્કઃ- પૌરાણિક કથાઓ મુજબ અમૃત પ્રાપ્તિ માટે દેવ-દાનવોમાં સતત બાર દિવસ સુધી યુદ્ધ થયું હતું. જ્યોતિષ જણાવે છે કે દેવતાઓના બાર દિવસ મનુષ્યોના બાર વર્ષના સમાન હોય છે. એટલે કુંભ પણ બાર જ હોય છે પરંતુ તેમાંથી માત્ર ચાર પૃથ્વી પણ થાય છે અને અન્ય આઠ દેવલોકમાં થાય છે. તેનો લાભ દેવગણો જ પ્રાપ્ત કરી શકે છે, મનુષ્યો નહીં.

    આવી રીતે થાય છે ગણતરી


    કુંભની ગણતરી એક વિશેષ વિધિથી થાય છે, જેમાં ગુરુનો અત્યંત મહત્વ છે. નિયમ મુજબ ગુરુ એક રાશિમાં આશરે એક વર્ષ રહે છે. એટલે બાર રાશિઓમાં ભ્રમણ કરવામાં તેને 12 વર્ષનો સમય લાગે છે. આ જ કારણ છે કે દર 12 વર્ષ પછી કુંભ તે સ્થાન પર પાછો આવે છે એટલે દર 12 વર્ષે કુંભ આયોજન સ્થળ રિપીટ કરવામાં આવે છે. આ રીતે ગણતરી મુજબ કુંભ માટે નિશ્ચિત ચાર સ્થળોમાં જુદા-જુદા સ્થળ પર દર ત્રણ વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે. કુંભ માટે નિશ્ચિત ચાર સ્થળોમાં પ્રયાગ (અલાહાબાદ)ના કુંભનું વિશેષ મહત્વ છે. દર 144 વર્ષ પછી અહીં મહાકુંભનું આયોજન થાય છે કારણ કે દેવતાઓનું 12મું વર્ષ પૃથ્વી લોકના 144 વર્ષ પછી આવે છે.

    રાશિ પરિવર્તન સાથે જોડાયેલું છે કુંભ


    પૌરાણિક વિશ્વાસની સાથે જ જ્યોતિષીઓના મત મુજબ કુંભનું મહત્વ બૃહસ્પતિના કુંભ રાશિમાં પ્રવેશ તથા સૂર્યના મેષ રાશિમાં પ્રવેશની સાથે પણ જોડાયેલું છે. ગ્રહોની બદલાતી સ્થિતિ જ કુંભના આયોજનનો આધાર બને છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ અર્ધ કુંભના કાળમાં ગ્રહોની સ્થિતિ એકાગ્રતા તથા ધ્યાન સાધના માટે ઉત્કૃષ્ટ હોય છે.


    આ પણ વાંચોઃ- ચાણક્ય નીતિમાં જણાવ્યું છે - સ્ત્રી, ભોજન અને ધન સંબંધી બાબતોમાં કેવો વ્યવહાર કરવો જોઈએ?

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Dharm Darshan

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ