વનવાસમાં અહીંથી પસાર થયા તો શ્રીરામને પણ થવા લાગી અનેક પ્રકારની ચિંતાઓ, જગ્યાનો દોષ જાણી કરી ચિંતામણ ગણેશની સ્થાપના

આ મંદિરમાં મન્નત માંગનાર માટે ભગવાનને દૂધ, દહીં, ચોખા અથવા નારિયેળમાંથી કોઈ એક વસ્તુ ચઢાવવામાં આવે છે

Divyabhaskar.com | Updated - Sep 07, 2018, 08:14 PM
Importance Of Chintaman Ganpati Temple In Ujjain Madhya Pradesh

ધર્મ ડેસ્કઃ ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ દરમિયાન મહાકળ વનના બહારના વિસ્તારમાંથી પસાર થયા તો ત્યાં રામને અનેક પ્રકારની ચિંતાઓ સતાવવા લાગી. કાયમ ધીર-ગંભીર રહેતા ભગવાન રામનું મન જ્યારે વ્યાકુળ થયું તો તેમને સમજાયું કે આ જગ્યામાં કોઈ એવો દોષ છે, જેના કારણે તેમનું મન બેચેન છે. પછી ભગવાન રામે તે જગ્યાના દોષ દૂર કરવા માટે તત્કાલ બધાની ચિંતા હરનાર ચિંતાહરણ ગણેશની સ્થાપના કરી દીધી.

મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં ગણેશજીનું એક સિદ્ધ સ્થાન છે, જેનું નામ છે ચિંતામણ ગણેશ મંદિર. આ એ જ ચિંતાહરણ ગણપતિ છે જેની સ્થાપના ભગવાન શ્રીરામે કરી હતી. અહીં આવતા ભક્તોની તમામ ચિંતાઓ ગણેશજી દૂર કરે છે એટલે તેમને ચિંતામણ ગણેશ કહેવામાં આવે છે.

શ્રીરામે વનવાસ કાળમાં કરી હતી આ મંદિરની સ્થાપના


પ્રાચીન માન્યતાઓ મુજબ આ મંદિરનો ઇતિહાસ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. શ્રીરામ વનવાસ દરમિયાન ઉજ્જૈન પણ આવ્યાં હતાં. જ્યારે શ્રીરામ, સીતા અને લક્ષ્મણ સાથે આ ક્ષેત્રના વનમાં ફરતા હતા ત્યારે સીતાને તરત લાગી. સીતાની તરસ છીપાવવા માટે લક્ષ્મણે પોતાના બાણથી એક બાવડી બનાવી દીધી હતી. આ બાવડી ચિંતામન પાસે જ સ્થિત છે. શ્રીરામને આ ક્ષેત્રની ધરતી દોષપૂર્ણ લાગી રહી હતી, એટલે તેમણે ત્યાંના દોષ દૂર કરવા ગણેશજીના મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિર ચિંતામણ ગણેશના નામથી પ્રસિદ્ધ છે.

મંદિરમાં સ્થાપિત છે ગણેશની ત્રણ મૂર્તિઓ


મંદિરમાં ગણેશજીની ત્રણ મૂર્તિઓ એક સાથે સ્થાપિત છે. સૌથી મોટી ગણેશ મૂર્તિને શ્રી ચિંતામણ ગણેશ, તેની પાસે સ્થાપિત પ્રતિમાને શ્રી ઇચ્છામણ ગણેશ અને ત્રીજી પ્રતિમાને શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ કહેવામાં આવે છે.

મન્નત પૂરી થવા પર છે દાન કરવાની માન્યતા


આ મંદિરમાં મન્નત માંગનાર માટે ભગવાનને દૂધ, દહીં, ચોખા અથવા નારિયેળમાંથી કોઈ એક વસ્તુ ચઢાવવામાં આવે છે. જ્યારે મન્નત પૂરી થઈ જાય છે ત્યારે તે વસ્તુનું દાન અહીં કરવામાં આવે છે. આવું કરવાથી ગણેશજીની કૃપા કાયમ બની રહે છે.

આ પણ વાંચોઃ- કાંડા પર મોલી બાંધવાથી મળે છે ત્રિદેવ અને ત્રિદેવીઓ કૃપા, મળે છે પ્રસિદ્ધિ, બળ સાથે જ નષ્ટ થાય છે બુરાઇઓ

X
Importance Of Chintaman Ganpati Temple In Ujjain Madhya Pradesh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App