તણાવ અને ચિંતામાંથી મુક્તિ અપાવે છે ભગવાન શિવનો આ એક મંત્ર, કરો નિયમિત જાપ

મંદિરમાં કે ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે તસવીર સામે ફૂલ, ધૂપ અને દિવો કરી પાઠ કરવો જોઇએ
મંદિરમાં કે ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે તસવીર સામે ફૂલ, ધૂપ અને દિવો કરી પાઠ કરવો જોઇએ

Dharm Desk

Sep 06, 2018, 03:07 PM IST

ધર્મ ડેસ્ક: આજકાલના તણાવભર્યા જીવનમાં બધાંને કોઇને કોઇ ચિંતા અને તણાવ સતાવે જ છે. આ તણાવ અને દુ:ખના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. તનાવના કારણે શારીરિકની સાથે-સાથે માનસિક બીમારીઓ પણ સતાવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, ભગવાનનું ધ્યાન ધરવાથી અને પૂજા-અર્ચના કરવાથી આ બધાથી બચી શકાય છે.


ઘણાં શાસ્ત્રોમાં માનસિક તણાવ અને અશાંતિથી છૂટકારો મેળવવા માટે કેટલાક વિશેષ શિવમંત્રોનો જાપનું મહત્વ જણાવવામાં આવ્યું છે. ભવિષ્ય પુરાણના પ્રતિસર્ગ પર્વમાં જણાવેલ આ ખાસ શિવમંત્રનો મંદિરમાં કે ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે તસવીર સામે ફૂલ, ધૂપ અને દિવો કરી પાઠ કરવો જોઇએ.


શિવજીનું ધ્યાન ધરવાનો મંત્ર


नमो रुद्राय महते सर्वेशाय हितैषिणे।

नंदीसंस्थाय देवाय विद्याभयकराय च।।

पापान्तकाय भर्गाय नमोनन्ताय वेधसे।

नमो मायाहरेशाय नमस्ते लोकशंकर।।

અર્થ- હે રૂદ્ર, બધાંનું હિત અને કલ્યાણ કરનાર તમને નમસ્કાર. નંદી પર બિરાજનાર, વિદ્યા અને અભયનું વરદાન આપનાર, પાપોનો નાશ કરનાર અને બધાંના સ્વામી, માયાને હરનારા ભગવાન શિવને નમસ્કાર.

વારંવાર મળે છે નિષ્ફળતા અને ઘર-પરિવારમાં પણ નથી રહેતી શાંતિ તો ષડવિનાયકોના નામ બોલી ગણેશજીને ચઢાવો દૂર્વા

X
મંદિરમાં કે ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે તસવીર સામે ફૂલ, ધૂપ અને દિવો કરી પાઠ કરવો જોઇએમંદિરમાં કે ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે તસવીર સામે ફૂલ, ધૂપ અને દિવો કરી પાઠ કરવો જોઇએ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી