જમતા-જમતા વારંવાર ઊભા થવા પર થઈ શકે છે રૂપિયાનું નુકસાન, છોડેલું ભોજન કરવાથી ઓછી થઈ શકે છે ઉંમર

Bhavishya Puran, Rules Related To Eating, What To Do Or Not While Eating Food

Divyabhaskar.com

Sep 05, 2018, 06:52 PM IST

ધર્મ ડેસ્કઃ ભોજન આપણાં જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. ભોજન કરવાથી આપણને શક્તિ મળે છે. કેટલાક લોકો ભોજન કરતી વખતે એવા કામ કરે છે, જે ન કરવા જોઈએ. તેના કારણે અન્નનું અપમાન થાય છે. ભોજન સાથે જોડાયેલા કેટલાક નિયમ ભવિષ્ય પુરાણમાં પણ મળે છે. આજે અમે તમને ભોજન સાથે જોડાયેલા કેટલાક નિયમો વિશે જણાવી રહ્યા છીએ, જે આ મુજબ છે.

- એક વખત બેસીને ભર પેટ ભોજન કરવું જોઈએ. ભોજનની વચ્ચે-વચ્ચે ઊઠીને જવાથી પણ ધનનો નાશ થાય છે.

- પૂર્વ દિશા તરફ મુખ કરીને ભોજન કરવાથી ઉંમર તથા પશ્ચિમ દિશા તરફ મુખ કરીને ભોજન કરવાથી ધન લાભ પ્રાપ્ત થાય છે.

- ઉત્તર દિશામાં મુખ કરીને જમવાથી સન્માન તથા દક્ષિણ દિશામાં મુખ કરવાથી પ્રસિદ્ધિ મળે છે.

- છોડેલા ભોજનને ફરીથી ન ખાવું જોઈએ, તેનાથી ઉંમર ઓછી થાય છે. વધુ ભોજન પણ ન કરવું જોઈએ.

- ક્યારેય કોઈને એંઠું ભોજન ખાવા માટે ન આપવું જોઈએ અને ન તો કોઈનું એંઠું ભોજન ખાવું જોઈએ.

- એંઠાં મોઢે ક્યાંય જવું ન જોઈએ. એટલે જ્યારે પણ કંઈ ખાઓ તો તેના પછી થોડું પાણી જરૂર પીવું જોઈએ.

- ભોજન આનંદપૂર્વક કરવું જોઈએ. ભોજનમાં કંઈ કમી રહી ગઈ હોય તો પણ તેની નિંદા ન કરવી જોઈએ.

આ પણ વાંચોઃ- વારંવાર મળે છે નિષ્ફળતા અને ઘર-પરિવારમાં પણ નથી રહેતી શાંતિ તો ષડવિનાયકોના નામ બોલી ગણેશજીને ચઢાવો દૂર્વા

X
Bhavishya Puran, Rules Related To Eating, What To Do Or Not While Eating Food

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી