• Gujarati News
  • National
  • દ્રોણગિરીમાંથી હનુમાનજી સંજીવનીનો પહાડ લઈ ગયા હતા લંકા, આજે અહીં હનુમાનની પૂજા થતી નથી Dhrongiri Peopls Are Not

મૂર્છિત લક્ષ્મણ માટે ઉત્તરાખંડના દ્રોણગિરીમાંથી હનુમાનજી સંજીવની બુટીનો પહાડ લાવ્યા હતા, આજે પણ અહીંના લોકો હનુમાનજીથી છે નારાજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હનુમાનજીને કળયુગમાં સૌથી ઝડપી પ્રસન્ન થતા દેવતા માનવામાં આવે છે. એટલા માટે તેમના ભક્તોની સંખ્યા વધુ છે. દેશભરમાં હનુમાનજીના અસંખ્ય મંદિરો છે. અનેક જગ્યાએ શ્રીરામના પરમભક્ત હનુમાનજીની પૂજા કરવામાં આવે છે, પરંતુ ઉત્તરાખંડમાં ચામોલી જિલ્લાના દ્રોણાગિરી ગામમાં હનુમાનજીની પૂજા કરવાની મનાઈ છે. આ વિસ્તારમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે દ્રોણાગિરી ટ્રેકિંગનું આયોજન કરવામાં આવે છે. અહીં આવનાર ભૂટિયા જનજાતિના લોકો હિન્દુ ધર્મને માને છે અને બધા દેવી-દેવતાઓની પૂજા પણ કરે છે,  પરંતુ આ લોકો હનુમાનજીની પૂજા નથી કરતા. તેમની પૂજા કરનારને સજા આપવામાં આવે છે. શ્રીરામચરિત માનસમાં બતાવ્યા પ્રમાણે જાણો આ બાબતનું રહસ્ય.

 

દ્રોણાગિરીના આદિવાસીની હનુમાનજી સાથેની નારાજગી આજથી નહીં ત્રેતાયુગથી પેઢી દર પેઢી ચાલતી આવી છે. આ સંબંધમાં એક કથા પ્રચલિત છે. આજે જાણો તેનું રહસ્ય-

 

> અહીં પ્રચલિક કથા પ્રમાણે રામાયણકાળમાં જ્યારે શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું, ત્યારે મેઘનાદના બાણથી લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો હતો.

 

> ત્યારે લંકાના વૈદ્ય સુષેણે હનુમાનજીને સંજીવની બૂટી લાવવાનું કહ્યું. સુષેણે હનુમાનજીને બતાવ્યું હતું કે સંજીવની બૂટી માત્ર દ્રોણગિરી પર્વત પર જ મળે છે.

 

> હનુમાનજી દ્રોણગિરિ પર્વત પર પહોંચી ગયા, પરંતુ સંજીવની બૂટીને ઓળખી શક્યા ન હતા. તેને લીધે તેમને આખો પર્વત જ ઊઠાવી લીધો અને લંકા લઈ ગયા.

 

> ઉત્તરાખંડના દ્રોણગિરી ગામમાં માન્યતા છે કે જે પર્વત આ વિસ્તારમાંથી ઊઠાવીને લંકા સુધી લઈ ગયા હતા. તે દ્રોણગિરી પર્વતની ત્રેતાયુગમાં પૂજા કરવામાં આવતી હતી.

 

> જ્યારે પર્વત દેવતાને હનુમાનજી લઈ ગયા હતા તો અહીં રહેનારા આદિવાસી હનુમાનજીથી નારાજ થઈ ગયા અને આજે પણ તેઓ નારાજ જ છે.

 

> ગામના લોકો શ્રીરામની તો પૂજા કરે છે, પરંતુ જે પણ વ્યક્તિ હનુમાનજીની પૂજા કરે છે, તેને જાત બહાર મૂકવામાં આવે છે.

 

> હનુમાન જ્યારે સંજીવની બુટી લેવા ગયા હતા ત્યારે તેમને એક વૃદ્ધાએ આ પર્વત બતાવ્યો હતો અને તે બદલ ગામમાંથી તે મહિલાને કાઢી મૂકવામાં આવેલી અને આજે પણ આ ગામમાં મહિલાઓને જાહેર પ્રસંગોમાં ઉપસ્થિત રહેવાની મનાઈ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...