શુક્રવારથી પર્યુષણ, તપના આ સમયને ઓળખવામાં આવે છે આધ્યાત્મિક દિવાળી તરીકે, છેલ્લા દિવસે માંગવાની રહે છે ભૂલોની માફી

શાસ્ત્રોના શ્રવણ એટલે ધર્મ ગ્રંથોને વાંચવા અને સાંભળવા
શાસ્ત્રોના શ્રવણ એટલે ધર્મ ગ્રંથોને વાંચવા અને સાંભળવા

Dharm Desk

Sep 07, 2018, 03:49 PM IST

ધર્મ ડેસ્ક: જૈન સમાજનું સૌથી મોટું પર્વ પર્યુષણ શુક્રવાર, 7 સપ્ટેમ્બરથી શરૂ થાય છે. શ્વેતાંબર જૈન સમાજ તેને 8 દિવસ અને દિગંબર સમાજ 10 દિવસ ઉજવે છે. આ પર્વને આધ્યાત્મિક દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણકે આ આખો સમય ધર્મની સેવા અને આત્માની શુદ્ધિમાં પસાર કરવામાં આવે છે. જેમાં જૈન સમાજના લોકો મોટાભાગનો સમય ઉપાશ્રયોમાં પસાર કરે છે. આ દરમિયાન દરેક વ્યક્તિને 8 નિયમોનું પાલન કરવાનું રહે છે. માન્યતા અનુસાર, આખા વર્ષ દરમિયાન સાંસારિક કામોમાં જે પણ દોષ લાગ્યા હોય તેના નિવારણ માટે આ પર્વમાં તપ કરવામાં આવે છે.


શું છે પર્યુષણનો અર્થ


પર્યુષણ શબ્દ બે શબ્દોને મિક્સ કરીને બનાવવામાં આવ્યો છે. પહેલો શબ્દ પરિ, જેનો અર્થ છે ચારેય બાજુથી અને ઉષણ એટલે ધર્મની આરાધના. આ રીતે પર્યુષણ એટલે ચારેય બાજુથી ધર્મની આરાધના. આ પર્વ અંતરાત્માના જાગરણનું પર્વ. આ દરમિયાન સાધક પોતાની શુદ્ધિ કરે છે. આ દરમિયાન એ સાંસારિક કામથી બચવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેનાથી દોષ લાગે છે.


પર્યુષણમાં પાલન કરવાના 8 નિયમ


પર્યુષણ દરમિયાન દરેક ગૃહસ્થે 8 નિયમોનું પાલન કરવાનું રહે છે, જે આ પર્વનો મહત્વનો હિસ્સો છે. આ બધા જ નિયમોનું પાલન કરવામાં આવે તો જ પર્યુષણ પર્વ સાર્થક અને સફળ માનવામાં આવે છે.


1. શાસ્ત્રોના શ્રવણ એટલે ધર્મ ગ્રંથોને વાંચવા અને સાંભળવા.
2. યથાશક્તિ તપ એટલે શક્ય હોય એટલાં તપ કરવાં.
3. અભયદાન એટલે પોતાને એટલા સહજ બનાવવા જેથી કોઇને પણ તમારી બીક ન લાગે.
4. સુપાત્ર દાન એટલે એવા લોકોને દાન આપવું જેઓ દરેક પ્રકારના દાન માટે યોગ્ય હોય.
5. બ્રહ્મચર્યનું પાલન એટલે વાસનાથી દૂર રહેવું.
6. આરંભ સ્મારકનો ત્યાગ એટલે જૂની વાતોને પાછળ છોડવી.
7. સંઘની સેવા એટલે સંતો અને ઉપાશ્રયોની સેવા કરવી.
8. ક્ષમા યાચના એટલે પોતાની દરેક પ્રકારની ભૂલની માફી માંગવી.

તૂટેલા અરીસામાં ન જોવો ચહેરો, છત પર બેકાર સામાન ન રાખો આવા જ 6 કામથી ક્યારેય દૂર નથી થતી મુશ્કેલીઓ

X
શાસ્ત્રોના શ્રવણ એટલે ધર્મ ગ્રંથોને વાંચવા અને સાંભળવાશાસ્ત્રોના શ્રવણ એટલે ધર્મ ગ્રંથોને વાંચવા અને સાંભળવા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી