તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિ: કયા નોરતે કયા માતાજીની પૂજા થાય છે અને તેનો બીજ મંત્ર કયો છે?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક: 10 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ સમય દરમિયાન માતા અંબિકાનું પૂજન- તેની અર્ચના અને સાધના કરવાનો રિવાજ છે.  કયા નોરતે કયા માતાજીની પૂજા કરવામાં આવે છે અને તેનો બીજ મંત્ર શું છે તેના વિશે અહીં જ્યોતિષાચાર્ય દૂર્ગાપ્રસાદ જણાવી રહ્યા છે. રાત્રિના ગરબા, માતાની આરતી, માતાનું પૂજન અને જાગરણ આ તમામ બાબત વૈજ્ઞાનિક રીતે સંકળાયેલા છે. કૂલ ચાર નવરાત્રી હોય છે. વર્ષની ત્રણ ઋતુ મુખ્ય છે. જેમાં વર્ષાઋતુ પછી શારદીય નવરાત્ર એટલે આસોની નવરાત્રિને માતા તરીકે વેદમાં ઉલ્લેખ છે અને ચૈત્ર નવરાત્રનો પિતા તરીકે ઉલ્લેખ કરેલ છે. કુલ છ ઋતુઓ હોય છે, જેમાં ચાર નવરાત્રિ હોય છે. પ્રથમ નવરાત્રી અષાઢ મહિનામાં, બીજી નવરાત આસો મહિનામાં, ત્રીજી નવરાત્ર મહા મહિનામાં અને ચોથી નવરાત ચૈત્ર મહિનામાં હોય છે.


તમામ નવરાત્રિ ઋતુઓના પરિવર્તન સમયે આવે છે, કારણકે તે જ સમયે વાયરલ તાવ અને વિવિધ પ્રકારના રોગોથી લોકો ગ્રસ્ત હોય છે. આયુર્વેદ પ્રમાણે આ રોગમાંથી મુક્તિ મેળવવી હોય તો વ્રત કે ઉપવાસ કરવો પડે, તેનાથી રોગમુક્ત રહી શકાય. સાથે જ્યારે તમે શક્તિહીન બનો છો. ત્યારે ત્યારે માતાની આરાધના કરી અને શક્તિથી સંપન્ન થાઓ છો. શક્તિની આરાધન કરવા માટે શારદીય નવરાત્ર સર્વશ્રેષ્ઠ પર્વ છે. આ પર્વ નવ દિવસનો હોય છે દરેક દિવસે નવદુર્ગાનું પૂજન કરવામાં આવે છે.
 

નવદુર્ગાના સ્વરૂપ અહીં જણાવ્યા છે અને જાણો કયા દિવસે કયા માતાની પૂજા થાય છે: 

 

પ્રથમ દિવસે શૈલપુત્રી, 
બીજા દિવસે બ્રહ્મચારિણી, 
ત્રીજા દિવસે ચંદ્રઘંટા, 
ચોથા દિવસે કુષ્માંડા, 
પાંચમાં દિવસે સ્કંદમાતા, 
છઠ્ઠા દિવસે કાત્યાયની, 
સાતમાં દિવસે કાલરાત્રિ, 
આઠમાં દિવસે માહાગૌરી, 
નવમાં દિવસે સિદ્ધિદાત્રીની


ઘટસ્થાપન કેવી રીતે કરવું?


સામાન્ય રીતે ઘટ સ્થાપન કરવા માટે ત્રાંબાનો, ચાંદીનો કે પછી માટીનો કાણા વગરનો કળશ લેવો. તેમાં પાંચ આસોપાલવના પાન ગોઠવવા. ચારે બાજુ ચાર વેદોના ચાંદલા કરવા. તેમાં પાણી ભરી દેવતાનું પૂજન કરવું, તેમા ગંગાજળ અને વિવિધ ઔષધો ઉમેરવા. રુદ્ર દેવતા અને મૂળમાં બ્રહ્મદેવ તેમજ બધા ગણોનું પૂજન કરવું.


શ્રીફળ લઈ તેમાં મૌલી વડે બાંધવું. પ્રાર્થના કરી બાજોટ ઉપર લાલ વસ્ત્રમાં ચોખા પાથરવા. તેના પર કળશ મુકવો.તેની બાજુમાં જ્વારા ઉગાડીને વિધિવત ઘટ સ્થાપન કરવું. સાથે તેના પર માતાના શ્રીયંત્ર, નવા રણ યંત્ર, 32નો યંત્ર વિશા કે પંદરનો યંત્ર પ્રાણ પ્રતિષ્ઠા કરી મૂકવું અને માતાનું ષોડશોપચાર પૂજન કરવું. સાથે ભોગ ધરાવવો. ફળ અર્પણ કરવું અને આરતી-પૂજન કરવું. બીજ મંત્રોના જાપ સાથે ચંડીપાઠ કે કુંજીકા પાઠ કરવા જોઈએ. માતાના 32 નામના પાઠ કરવા જોઈએ. 


નવદૂર્ગાના બીજ મંત્ર:


1. शैलपुत्री - ह्रीं शिवायै नम:।
2. ब्रह्मचारिणी ह्रीं श्री अम्बिकायै नम:। 
3. चन्द्रघण्टा ऐं श्रीं शक्तयै नम:। 
4. कूष्मांडा ऐं ह्री देव्यै नम:। 
5. स्कंदमाता ह्रीं क्लीं स्वमिन्यै नम:।
6. कात्यायनी क्लीं श्री त्रिनेत्रायै नम:।
7. कालरात्रि  क्लीं ऐं श्री कालिकायै नम:। 
8. महागौरी श्री क्लीं ह्रीं वरदायै नम:। 
9. सिद्धिदात्री  ह्रीं क्लीं ऐं सिद्धये नम:। 


(માહિતી- જ્યોતિષાચાર્ય દૂર્ગાપ્રસાદ).

 

11 ઓક્ટોબરે ગુરુગ્રહ તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં આવશે: શું કરવું અને શું ન કરવું?

અન્ય સમાચારો પણ છે...