તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિ: નવદૂર્ગાના નવ સ્વરૂપ, માતાજીના કયા સ્વરૂપની પૂજાથી શું થાય?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ ડેસ્ક: 10 ઓક્ટોબરના નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. નવ દિવસ નવદૂર્ગાના નવ રૂપનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. અમારા જ્યોતિષાચાર્ય દૂર્ગાપ્રસાદ જણાવી રહ્યા છે કે કયા દિવસે કયા માતાજીની પૂજા કરવાથી શું ફળ મળે છે.


પ્રથમ દિવસે શૈલપુત્રી માતાના જાપ કરો. ત્રણ બીજ લગાવીને અલગ અલગ કામના માટે પ્રાર્થના કરો. જેમાં ધન, નોકરી, વ્યાપાર, લગ્ન અને વિદ્યા માટે માતાજીને પ્રાર્થના કરવી.


બીજા દિવસે બ્રહ્મચારિણી માતાનું પૂજન કરવામાં આવે છે. માતાજીને ભોગ ધરાવી અને કન્યાઓને જમાડવામાં આવે છે. અહીં ખીર અને ઘીની આહુતિ આપવામાં આવે છે. તમામ મનોકામના પૂર્ણ કરવા ઓમ બ્રહ્મચારીણી માતાય નમઃ મંત્રનો જાપ કરવો.


ત્રીજા દિવસની માતા ચંદ્રઘંટા માતા છે. જેમણે મસ્તક ઉપર અર્ધ ચંદ્રને ધારણ કરેલ છે. તેઓ માત્ર ઘંટ વગાડી શત્રુઓનો નાશ કરે છે. કામ, ક્રોધ લોભ, મોહ, મત્સર જેવા શત્રુઓને એકક્ષણમાં નાશ કરી શકે છે. તેમના મંત્ર ઓમ રીમ ચંદ્રઘંટા માતાય નમઃ નો જાપ કરવો. ગૂગળના હવન સાથે કાળા મરીનો ઉપયોગ કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

 

ચોથા દિવસે કુષ્માંડા માતાનું પૂજન કરવામાં આવે છે. ઓમ કુષ્માંડા દેવી માતાય નમઃ મંત્રનો જાપ કરી અને ઘી અને ગુગળથી હવન કરવો.


પાંચમા દિવસની માતા સ્કંદમાતા  છે માતા માથાના ખોડામાં દેવોના સેનાપતિ સ્કંધ વિરાજમાન છે એના લીધે સ્કંદમાતા નામ પડ્યું છે


છઠ્ઠા દિવસની માતા કાત્યાયની છે.  કત નામના ઋષિની આરાધનાથી ખુશ થઇ માતાએ પુત્રી સ્વરૂપે તેમના આશ્રમમાં અવતાર ધારણ કર્યો હતો. એટલે તેમનું નામ કાત્યાયની પડ્યું. માતા નું સ્વરૂપ નિર્માણ અને સ્વચ્છ તમામ ઇચ્છાઓ પરિપૂર્ણ કરનારો છે. ઓમ રીમ કાત્યાયની માતાએ નમઃ મંત્રનો જાપ કરી અંતમાં દશાંગ અને ઘીનો ઉપયોગ કરી આહુતિ આપવાથી તમામ કાર્યો પૂર્ણ થશે.

 

સાતમા દિવસની માતા કાલરાત્રિ માતા છે. જેનું સ્વરૂપ અત્યંત ભયંકર છે. પરંતુ તેમનો સ્વભાવ અત્યંત શાંત છે. લોકોના કલ્યાણ માટે માતા અભયમુદ્રા ધારણ કરેલ છે. કાલરાત્રિ માતાએ નમઃ મંત્રનો જાપ કરવો. 


આઠમના દીવસે મહાગૌરી માતાનું પૂજન કરવામાં આવે છે. જ્યારે માતા ભગવતી તપની અંદર લીન હતા, ત્યારે તેમના શરીર ઉપર માટી ચોંટી ગઈ હતી. ભગવાને આ જોયું અને માતાને ગંગાજળ વડે સાફ  કર્યા. આથી તેમનો વર્ણ એકદમ ગોરો થઈ ગયો. એટલે તેમને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે.

 

આ નવરાત્રિમાં હવન-પૂજન અને કન્યા ભોજન એટલે કે કુમારિકાઓનું પૂજન કરવું જોઈએ. તેનાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. પ્રથમ નોરતાથી જે મંત્રોના જાપ તમે કરતા હો તેની દશમા ભાગની આહુતિ આપવી જોઈએ. દશાંશ માર્જન કરવું જોઈએ. महागौरी श्री क्लीं ह्रीं वरदायै नम: મંત્રનો જાપ કરવો.  લાલ વસ્ત્ર પર માતાનું સ્થાપન કરવું. વિવિધ ફળ, ઘી અને ગોળનો ભોગ ધરાવવો. ચંડીપાઠ, કુંજીકા સ્તોત્રનો પાઠ તેમજ અન્ય મંત્રોના જાપ કરવો. 

 

નવમા દિવસેમા સિદ્ધિદાત્રીનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. જેનાથી તમામ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઓમ સિદ્ધાય નમઃ મંત્રનો જાપ, ચંડીપાઠ વગેરે કરવામાં આવે છે. કૂમારિકા પૂજન અને હવન કરવાનો રિવાજ રહેલો છે. નવરાત્રિમાં નવ દિવસ પૂરા થાય એટલે વ્રત પણ આજના દિવસે છોડવામાં આવે છે. માતાને પ્રાર્થના, ક્ષમાયાચના, આરતી અને વિસર્જન પણ કરવામાં આવે છે. જે અખંડ દીવો રાખેલો છે તેને એની જગ્યા પરથી ખેસેડી દેવો. આ રીતે નવરાત્રિના નવ દિવસનું પૂજન અર્ચન,નૈવેધ ધરી માતાની અનુકંપા પ્રાપ્ત કરવી.

 

(માહિતી: જ્યોતિષાચાર્ય દુર્ગાપ્રસાદ, Email id: durgaprasadastro@gmail.com)

અન્ય સમાચારો પણ છે...